દરગાહને નુકસાન પહોંચાડવાનો અબડાસામાં ત્રીજો બનાવ : મુસ્લિમ સમાજનો ટાયર સળગાવી ચક્કાજામ
નલીયા : અબડાસા તાલુકામાં દરગાહોને નુકસાન કરવાના ટુંક સમયમાં ત્રણ કિસ્સાઓ બહાર આવ્યા છે. દોઢ બે માસ અગાઉ અસામાજિક તત્વોએ સુથરીની દરગાહ તોડી પાડતા વિધિવત ફરિયાદ નોંધાવાઈ હતી. આ બાબતે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી ન થતા મુસ્લિમ સમાજે વિરોધમાં કોઠારા મધ્યે કાર્યક્રમ યોજી અને કાર્યવાહી કરવા માંગ કરેલ આ આ મામલો શાંત થાય તે પહેલા મોથાળા નુરમામદ પીરની દરગાહને ફરી નુકશાન પહોંચાડવામાં આવતા ફરી આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી તેના આઠ દશ દિવસ બાદ કાલે રાત્રે ભવાની પર ગામે આવેલ લાલશા પીરની દરગાહને આગ ચાંપી અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડયો છે.
આ બાબતે મુસ્લિમ સમાજના લોકો રોષે ભરાયા છે. સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે. સમાજના લોકમાંથી પોલીસ આ આરોપીઓને છાવરી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જો પહેલા કિસ્સામાં પોલીસ કડક કાર્યવાહી કરી હોત તો પાછળ બીજા કિસ્સા અટકાવી શકાત પોલીસ તંત્રની નિષ્ક્રિયતાના કારણે અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે મુસ્લિમ સમાજના લોકોએ રોષ ઠાલવતા ચક્કાજામ કરી ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો છે અને ત્વરીત આરોપીઓ પકડવા માંગ કરી છે જો આરોપી નહીં પકડાય તો આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો મુસ્લિમ સમાજ આપશે તેવું જાણવા મળી રહ્યું છે.