ભુજ તાલુકામાં ગુનાહિત કૃત્યના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા
કોડકીના રહેવાસીને બળ જબરીથી ઝેરી પ્રવાહી પીવડાવ્યું.
ભુજ : કોડકી ગામના રહેવાસી લતીફ ફકીરમામદ ખલીફાને આરોપીઓ સિકંદર બાફણ, સલીમ ભચુ સાટી અને ઇમરાન ભચુ સાટીએ ઉછીના લીધેલ પૈસા પાછા આપવાના બહાને આત્મારામ સર્કલ નજીક બોલાવી અને આર.સી કોલાની બોટલમાં ઝેરી દવા જેવું પ્રવાહી પીવડાવી અને બાદમાં બળ જબરીથી ફીનાઇલ પીવડાવી ગુનાહિત કૃત્ય કરેલ જેની વિરૂધ્ધમાં ભુજ બી ડિવિઝન પોલીસ મથકે IPC કલમ 328 અને 114 મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.
ખાણ માલિક પર હુમલો
ભુજ : તાલુકાના દહિંસરા અને સરલી ગામ વચ્ચે આવેલ કિસ્મત સ્ટોન નામની ખાણના માલિક અરજણ દુદાભાઇ બકુત્રા (આહિર) ઉ.વ 42 ને મંગળવારે રાત્રે બે અજાણ્યા શખ્સોએ આંખોમાં મરચાની ભુકી નાખી છરી વડે હુમલો કરી છાતી તેમજ પીઠના ભાગે ઇજાઓ પહોંચાડે આ બાબતે માનકુવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર પ્રકરણે માનકુવા પોલીસે તપાસ હાથ ધરેલ છે.