લઘુમતિ સમુદાયના મુખ્યમંત્રીને લઘુમતિઓની રજૂઆત સાંભળવા સમય ન મળ્યો
ગાંધીનગર : ગુજરાતમાં લઘુમતી સમુદાયની ૮ જેટલી માંગણી મુદે છેલ્લા એક વર્ષથી ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા મથકે મીટીંગ કરી માઇનોરીટી કોઅોડીનેશન કમીટીએ લઘુમતિ સમુદાયના લોકોને આ તમામ મુદ્દાઓથી અવગત કરી અને જાગૃત કર્યા ત્યાર બાદ પ્રથમ કામ મુખ્યમંત્રીને 1 લાખ જેટલા પોસ્ટ કાર્ડ લખવાનું હતું જેમાં તમામ જિલ્લાઓના કાર્યકરોની મહેનતથી લોકોનો સારો સાથ સહકાર મળતા આ કામ પૂર્ણ કરવામાં આવ્યો. ત્યાર બાદ બીજું કામ દરેક જિલ્લા મથકે કલેકટરને આવેદનપત્ર આપવાનું હતું આ કામને પણ તમામ જીલ્લાના કાર્યકરોએ સફળતા પૂર્વક પૂરૂ પાડયું હતું. ત્યાર બાદ 15 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી સિગ્નેચર કેમ્પેઇન અંતર્ગત સહી કરેલા એક લાખ જેટલા આવેદન પત્ર સાથે મુખ્યામંત્રી ને રૂબરૂ રજુઆત કરવાનું નકકી કરાતા 14 ફેબ્રુઆરીએ ગાંધીનગર મુકામે માઇનોરીટી કોઅોડીનેશન કમીટી દ્વારા લઘુમતિ અધિકાર અભિયાન અંતર્ગત ગુજરાતના દરેક જીલ્લામાંથી ૭૦ જેટલા લોકો અેકઠા થઇ ને મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જોકે એક તબક્કે રજુઆત કરવા આવેલ લોકોને મુખ્યમંત્રી કાર્યાલયે રજૂઆત સાંભળવાની જ ના પાડી હતી. તમામ રજૂઆત કરવા આવેલ લોકોએ સચિવાલય બારે ધરણા કરી વિરોધ નોંધાવતા અંદર જવા દેવામાં આવ્યા હતા. 2 ફેબ્રુઆરીના મુખ્યમંત્રીને મળવા એપોઇનમેન્ટની માંગણી કરેલ છતા મુખ્યમંત્રી ન મળતા તેમના સચિવ સાથે લઘુમતિ અધિકાર અભિયાનના મુદાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રીના સચિવે રજૂઆત સાંભળ્યા બાદ મુખ્યમંત્રીને તમામ મુદે વાકેફ કરવા તેમજ યોગ્ય કરવા ખાતરી આપી હતી. જોકે લઘુમતિઓના અધિકારોને લઈને રજૂઆત કરવા લોકો મુખ્યમંત્રી સમક્ષ જાય અને લઘુમતિ સમુદાયના જ મુખ્યમંત્રી રજુઆત ન સાંભળે તે ખરેખર દુઃખદ બાબત કહેવાય તેવી ચર્ચાએ જાગૃતોમાં છેડાઈ હતી આ કેમ્પેઇન માં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ સાથે જોડાયા હતા તેઓએ પણ મુખ્ય સચિવ ને આ મુદ્દે રજુઆત કરી હતી. આ કાર્યક્રમમાં માઇનોરીટી કોઅોડીનેશન કમીટીના મુજાહિદ નફીસ, ઉસ્માન ગની શેરાસીયા તેમજ કચ્છમાંથી મોહમ્મદ લાખા, સકીલ સમા, સલીમ સમા, ઇબ્રાહીમ તુર્ક વગેરે હાજર રહ્યા હતા.
લઘુમતિ અધિકાર અભિયાન અંતર્ગત સરકાર સમક્ષ મુખ્ય માંગ આ પ્રમાણે છે
1,રાજયમાં લઘુમતિ આયોગની રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબુતી મળે તે માટે વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવે
2, રાજયના બજેટમાં લઘુમતીઓના વિકાસ માટે નક્કર જોગવાઈ કરવામાં આવે
3, રાજયમાં લઘુમતિ બહુલ ક્ષેત્રમાં સરકારી હાયર સેકન્ડરી સકૂલોની સ્થાપના કરવામાં આવે
4, રાજયમાં લઘુમતિ કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે
5, મદ્રેસા ડીગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે
6, લઘુમતીઓના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે
7, કોમી તોફાનોમાં આંતરિક વિસ્થાપિત લોકોના પુન: સ્થાપન માટે પોલીસીની રચના કરવામાં આવે
8, પ્રધાનમંત્રીના નવા 15 સૂત્રીય કાર્યક્રમની સંપૂર્ણ અમલવારી કરવામાં આવે