દેવાંધ ગઢવી હત્યા પ્રકરણમાં એક ફરાર આરોપી ઝડપાયો
માંડવી : માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામના યુવાન દેવાંધ માણેક ગઢવીના મૃત્યુ બાબતે માંડવી પોલીસ સ્ટેશન ત્રણ જણા પર ફરિયાદ નોંધાયેલ હતી. ફરિયાદી માણેક ભારાભાઇ ગઢવીના પુત્ર દેવાંધ તા. 12/2 ના રોજ દાંડિયારાસ રમવાનું કઇને બહાર ગયેલ હતો જે બાબતે પોલીસ તપાસ દરમ્યાન રામ પબુ ગઢવી, નારાણ પુનસી ગઢવી રહે. મોટા ભાડિયા તથા ખીમરાજ હરી ગઢવી રહે. મોટાકાંડાગરા વાળાએ મળીને તેનું ખુન કરીને
નાના ભાડિયાની સીમમાં આવેલ બોરમાં નાખી દીધેલ હોવાની જાણ થતા સતત 6 દિવસ સુધી ખોદકામ કરી લાશને બહાર કાઢવામાં આવેલ જેને મૃતકના પિતાએ ઓળખી કાઢતા ત્રણ માંથી બે આરોપીઓ પ્રોહીબીશનના કેસમાં કસ્ટડીમાં જ હતા આ ત્રણેય પૈકી નારાણ પુનસી ગઢવી ફરાર હોઈ તેની ધરપકડ કરવા પોલીસે તપાસ હાથ ધરેલ હતી. આ આરોપીને પોલીસે બીદડા વાડી વિસ્તારમાંથી પકડી પાડેલ જેની પ્રાથમિક પુછપરછ કરતા ગુનો કર્યાનો કબુલ કરેલ છે. આમ દેવાંધ ગઢવી ખુન કેસમાં ફરાર ત્રીજો આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.