કચ્છમાં મહિલાઓ અસુરક્ષિત : પૂર્વ સાંસદ પુનમબેન જાટ
ભુજ : કચ્છમાં મહિલાની જાસૂસી, ભાજપના કેટલાંક નેતાઓએ તેની કાર્યકર પર આચરેલા સામૂહિક અત્યાચાર જેવી અનેક ઘટનાઓ ભૂતકાળ માં બની છે આવા અમુક કિસ્સામાં મહિલાઓ સામે ગુના નોંધાતાં રહ્યાં છે. અત્યાર સુધી કચ્છની સામાન્ય જનતા કાયદો અને વ્યવસ્થાની ચિંતા થઈ રહી હતી જોકે હવે ભાજપના પૂર્વ સાંસદ પૂનમ જાટ પણ મહિલાઓ પર થઈ રહેલ અત્યાર વિરૂદ્ધ મેદાનમાં આવ્યા છે.
કચ્છનાં ભાજપમાંથી સાંસદ રહેલ અડિખમ મહિલા ગૃપના સંયોજક પુનમબેન જાટે બ ત્રણ દિવસ અગાઉ જિલ્લા પોલીસ વડાને મળીને આવેદન આપ્યું છે કે, મહિલાની છેડતી, ગણાના દોરા ખેંચ, દુષ્કર્મ, દારુ, જુગાર, મસાજ પાર્લર જેવા દૂષણના કારણે મહિલાઓને અનેક યાતના ભોગવવી પડે છે અને તેના કારણે મહિલાઓ માટે અસલામતીનો માહોલ છે. તેથી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જો પોલીસ પગલાં નહીં ભરે તો અડિખમ મહિલા ગૃપ જનતા રેડ પાડશે અને આવી બધી પ્રવૃત્તિ બંધ કરાવશે તેવી ચેતવણી આપી છે.