ફલાહુલ મુસ્લેમીન સંસ્થાએ લથડતી કાનૂન વ્યવસ્થા સુધારવા કરછ કલેકટરને રજૂઆત કરી

680

ભુજ : આજ રોજ ફલાહુલ મુસ્લેમીન સંસ્થા દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કચ્છમાં ખોરવાઇ ગયેલ કાયદો વ્યવસ્થાને તાત્કાલિક સુધારવા રજૂઆત કરાઇ હતી રજુઆત કરતા કરછ જિલ્લા ફલાહુલ મુસ્લેમીન ના પ્રમુખ મોહસીન હિંગોરજાએ જણાવ્યું કે કરછમાં કાનૂન વ્યવસ્થા અને ખાખી જાણે શોભા બની ગઇ છે અનેક ઉદાહરણો આપતા જણાવ્યું કે માંડવી ની હત્યા હોય કે કેમ્પ માં થયેલ હત્યા ક્યાક ક્યાક કાનૂન વ્યવસ્થા ની લાપરવાહી ના કારણે હત્યાઓ થઈ રહી છે નશા ની ચિઝો આમ થઈ ગઈ છે હથિયારો કમર ની શોભા અને જીવ નું જોખમ બની ગયા છે અને આ તમામ બાબતો ઉપર પોલીસનું મૌન ચિંતાનું વિષય છે કરછ જિલ્લા ના શહેરોનું માહોલ ગંભીર બની ગયેલ છે

બેખોફ ફરતા લૂખા તત્વો ની ટોળકિઓ ચોરી, લૂંટ અને નાની નાની બાબતો માં હત્યા કરતા પણ નથી ડરતા, લૂખા તત્વો એટલા બેફામ છે કે છુરી ચાકુ લઇ ને ફરવું જાણે ફેશન બની ગઈ છે, શહેરોમાં ભયનું માહોલ છે અને પોલીસ નું ભેદી મૌન શાંતિપ્રીય લોકો માટે ચિંતા નું વિષય છે, પોલીસ ની ખાખી જાણે શોભા સમાન હોય તેમ કાનૂન વ્યવસ્થા ખોરવાઈ રહી છે સંસ્થા પ્રમુખે વધારેમાં જણાવ્યું કે અનેક વાર લૂખા તત્વો સામે પોલીસ ની ભૂમિકા પણ શંકાસ્પદ રહી છે હાલે એવા વિડિઓ વાયરલ થયા છે જેમાં પોલીસની વરદીમાં દારૂ પીને પોતે પોલીસ દેખાય છે,જે શાંતિપ્રીય જનતા માટે અતિ ચિંતા નું વિષય છે. આવેદનપત્ર આપતા કરછ જિલ્લા ના જાગૃત નાગરિકો હાજર રહા હતા.

Get real time updates directly on you device, subscribe now.