અંતે પોલીસે ‘કાસમ’ ને દબોચી લીધો

2,930

ભુજ : પોતાનાં બનેવીની હત્યા કરનાર અપરાધી કાસમ મામદ નોતિયાર જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યો હતો અને છૂટયા બાદ પરત જેલ ના ફરતાં પોલીસ એને ૧૧ દિવસ પહેલાં પકડવા ગઈ ત્યારે કાસમ નોતિયાર ૩ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો તેમજ કાસમને પકડવા પેટ્રોલીંગ દરમ્યાન બીજી વખત પોલીસ પર હુમલો કરતા આરોપી ખુંખાર સાબીત થયો હતો એક દિવસ અગાઉ કાસમને પોલીસે પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યો હતો

અને આરોપી હાથવેંતમાં હોવાનુ જાણવા મળેલ જોકે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયો છતા આરોપીનો પતો મળ્યો નહી આરોપીની જલ્દી ધરપકડ કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તયારે આજે વહેલી સવારે કાસમને દબોચી લેવાયાના અહેવાલો માધ્યમોમા ફરતા થયા અને પોલીસ સૂત્રોમાંથી આ બાબતે સમગ્ર ઘટનાક્રમની જાણકારી સતાવાર જાહેરાત કરીને આપવામા આવશે તેવુ જાણવા મળી રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.