નલીયાકાંડના આરોપીઓને ‘ક્લીન ચીટ’ આપાવવા રચાતો કારસો ?!
ભુજ : નલીયા કાંડની ઘટના સાથે નીસબત ધરાવતા નાગરિક મંચે નલીયા કાંડના આરોપીઓને બચાવવા કારસો રચાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરતી અખબારી યાદી પ્રસિધ્ધ કરી છે. મંચે સરકાર દ્વારા રચાયેલ જસ્ટિસ દવે કમિશનર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ કમિશનને છેલ્લા 11 મહિનાથી દીવો લઈને મંચ સોધી રહ્યો છે પણ કયાંય મળ્યો નથી જે બાબત દર્શાવે છે કે સરકાર મહિલાઓની સલામતી અને સન્માન માટે ગંભીર નથી અને રાજ્યની મહિલાઓ સાથે ન્યાયના નામે છેતરપીંડી કરેલ છે. મંચે જણાવ્યું કે અમને દહેશત છે કે ગુનેગારોને છાવરવા સરકાર દ્વારા રચાયેલ પંચ ક્લીન ચીટ આપી દેશે.
16 મી ફેબ્રુઆરીએ નાગરિક મંચની રચના થઈ અને નલીયા સેક્સ રેકેટની મહિલાઓને ન્યાય મળે તે માટે સતત સક્રિય રહેલ છે. 16 માર્ચના જાહેર થયેલ જસ્ટિસ દવે કમિશનની શોધ 14 એપ્રિલથી આદરી છે. મંચે રાજયપાલથી લઈને પોલીસ ડી.જી ને સંપર્ક કર્યો તેમજ RTI દ્વારા મળેલ માહિતી પ્રમાણે પંચની ઓફીસે રૂબરૂ જઇને મુલાકાત લઈને રજૂઆતનો પત્ર આપ્યો જેનો સ્વિકાર કરવામાં આવ્યો ત્યારે રજીસ્ટર એડી થી મોકલેલ જે NOT KNOWN ના રિમાર્ક સાથે પત્ર પરત આવ્યો છેલ્લે રૂબરૂ જઇ પત્ર આપી મુલાકાત આપવા જણાવેલ જેનો જવાબ મળ્યો નહી છેલ્લે ફોન દ્વારા જણાવાયું કે અમે જલદી નોટિફિકેશન બહાર પાડવાના છીએં અને મુલાકાત કરવા તમને બોલાવશું આ તમામ ઘટનાક્રમને જોતા નલીયા કાંડના આરોપીઓને કલીન ચીટ આપવાની દહેશત હોવાનું મંચે અખબારી યાદીમાં જણાવ્યું છે.