ધણીમાતંગ જયંતી નિમિતે ગાંધીધામમાં નીકળેલ શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
ગાંધીધામ : આજે મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધણીમાતંગ સાહેબની જન્મ જયંતી નિમિત્તે ગાંધીધામમાં વિશાળ શોભાયાત્રા નિકળેલ જેનું ગાંધીધામ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમ્મા રાયમાએ ધણીમાતંગ જન્મ જયંતી નિમિતે શુભેચ્છા આપતા જણાવેલ કે ધણીમાંતગ દેવ જન્મતા સાથે જ હસ્યા અને સ્મિત રૂપી ચહેરાથી સૌને આંજી દીધા હતા ત્યારે આજના દિવસે સમગ્ર મહેશ્વરી સમાજના લોકોના ચહેરા પર સ્મિત રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
તેમજ ‘ધર્માચાર’ ધર્મનું આચરણ અને ‘કર્મ જુહાર’ ધર્મને વાણી વર્તનમાં અમલ કરવું તે સિધ્ધાંત પર સમગ્ર સમાજને ચાલવા જણાવ્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ અગ્રણીઓ નાસીર ખાન, શકુર માંજોઠી, મામદ આગરિયા, યુસુફ સંગાર, સબ્બીર કુરેશી, સલીમ રાયમા, સાહનવાઝ શેખ, અયુબ કુરેશી, અશરફ પાસ્તા, સુલતાન માંજોઠી સહિત આગેવાનો હાજર રહ્યા હતા. મહેશ્વરી સમાજના આગેવાનોએ મુસ્લિમ અગ્રણીઓનો શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.