‘પદ્માવત’ ફિલ્મ સમગ્ર ગુજરાતમાં રિલીઝ ન કરવા ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશનનો નિર્ણય
ભુજ : ફિલ્મ પદ્માવતી નામ બદલી પદ્માવત કરી સેન્સર બોર્ડે રિલીઝ કરવાની મંજુરી આપ્યા પછી ગુજરાત સહિત ચાર રાજ્યોએ પ્રતિબંધ લગાવ્યો જો કે આ પ્રતિબંધ લાંબો સમય ચાલ્યો નહી સુપ્રીમ કોર્ટે રિલીઝ કરવાનો આદેશ આપી દિધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ફિલ્મના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા જેની અસર કચ્છમાં પણ શુક્રવારે દેખાણી
તો મોડી સાંજે સિનેમાઘરના માલિકો દ્વારા ફિલ્મ રિલીઝ ન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફિલ્મ રિલીઝ ન કરવા સિનેમા ઘરના માલિકોએ નિર્ણય લીધો છે. તયારે આજે સાંજે ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશન દ્વારા આ ફિલ્મ રિલીઝ ન કરવાની જાહેરાત કરાઈ છે. મલ્ટીપ્લેક્ષ માલિકો કરણી સેના દ્વારા થઈ રહેલ ઉગ્ર વિરોધને ધ્યાને લઈ કોઈ જોખમ ઉઠાવવા માંગતા ન હોવાથી આવી જાહેરાત કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તો હવે સમગ્ર ગુજરાતમાં કયાંય પણ ફિલ્મ રિલીઝ ન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.