કરણી સેનાના ભારત બંધ એલાનને કચ્છમાં સજજડ પ્રતિસાદ : ભુજ-માધાપરમાં જનતા કર્ફ્યૂ, ભીડ ગેટમાં ચકમક બાદ પોલીસે બાજી સંભાળી

976

ભુજ : સંજય લીલા ભણશાલી નિર્મિત ફીલ્મ પદ્માવતના વિરોધમાં કરણી સેનાએ આપેલા ભારત બંધના એલાનના પગલે આજે સમગ્ર કચ્છમાં તમામ સમાજના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડીને પ્રતિસાદ આપ્યો હતો. કરણી સેનાના કાર્યકરોએ ઠરઠેર ચકકા જામ તેમજ બાઈક રેલી સ્વરુપે પ્રદર્શન કર્યૂં હતું. આજે ભારત બંધ દરમ્યાન કચ્છમાં એકંદરે જનતા કર્ફયૂ જેવા માહોલ વચ્ચે શાંતિ જળવાઈ રહી હતી. પોલિસ તંત્રએ ખડે પગે રહીને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. આજે રાજપૂત કરણી સેના દ્વારા અપાયેલા ભારત બંધના એલાનના સંદર્ભે જિલ્લા મથક

ભુજમાં વહેલી સવારથી જ તમામ દુકાનો અને લારી-ગલ્લા બંધ જોવા મળ્યા હતા જિલ્લાના પાટનગર સમિપે માધાપર ગામમાં વેપારીઓએ સ્વયંભૂ સો ટકા બંધ પાડયો હતો.
માધાપર જુનવાસ-નવાવાસ વિસ્તારમાં સજજડ બંધના દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામમાં પણ બંધને સજજડ ટેકો સાંપડયો હતો અંજારમાં રાજપૂત સમાજના આગેવાનો સાથે મુસ્લિમ આગેવાનોએ જાહેરમાં ટેકો આપી બંધને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી પશ્ચિમ કચ્છના નખત્રાણા દયાપર નલીયા સહિતના મુખ્ય મથકોએ વેપારીઓએ સ્વયંભૂ બંધ માં જોડાયા હતા.

જીલ્લા મથક ભુજમાં ભીડગેટ વિસ્તારમાં કેટલીક દુકાનો બંધ કરાવવાની અપીલ કરવા ગયેલા કરણી સેનાના કાર્યકરો અને વેપારીઓ વચ્ચે ચકમક જરતા થોડીવાર માટે ગરમા ગરમીના દ્રશ્યો સર્જાયા હતા જોકે પોલીસે સતર્કતા વાપરીને મામલો સંભાળી લીધો હતો એ અને બી ડિવિઝન પોલીસ મથકના બંને પી.આઈ. ભીડગેટ પહોંચીને કુનેહ પૂર્વક વેપારીઓ અને કરણી સેનાના કાર્યકરોને સમજાવીને મામલો થાળે પાડયો હતો આ ઘટનાને બાદ કરતા સમગ્ર કચ્છમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો.

Get real time updates directly on you device, subscribe now.