વવાર ગામ પાસેથી અલ્ટો કારમાંથી દારૂનો જથ્થો પકડતી મુંદરા પોલીસ
મુંદરા : પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ. એસ. ભરાડા ની સુચનાથી તેમજ ભુજ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એન.વી પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોહી. ડ્રાઇવ રાખવામાં આવી તે અંતર્ગત મુંદરા પી.આઈ એમ.જે. જલુ તેમજ મુંદરા પોલીસ સ્ટાફ મોખા ચોકડી નજીક પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વવાર ગામના પાટીયા પાસે વોચ ગોઠવતા અલ્ટો ગાડી શંકાસ્પદ આવતી જણાતા રોકી ચેક કરાતા ઇંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની વ્હીસ્કીની 26000ની કિંમતની 65 બોટલો તેમજ 1,50,000 ની કિંમતની અલ્ટો કાર સહિત કુલ્લ 1,76,000ના મુદા માલને કબ્જે કરેલ
તેમજ વાહન ચાલક આરોપી રોહીત દેવજી લાખા (જાડેજા) રાજેન્દ્રનગર ભુજ વાળાની પુછપરછ કરતા જણાવ્યું કે દારૂનો જથ્થો પોતાના મિત્ર યોગેશ ડાલુમલ ગુરનાની રહે. નવા.માધાપર ભુજ ના કહેવાથી ઉમેદ ઉર્ફે ઉમલો રહે. ભચાઉ વાળા પાસેથી લઇ આવ્યો હોવાનું કબુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ ચલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમજ અન્ય આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કાર્યવાહીમાં મુંદરા પોલીસ સ્ટાફ જોડાયો હતો.