ભુજ તાલુકાના માધાપર ગામે ચૈતન્ય સોસાયટી ખાતેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ
ભુજ : પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબના માર્ગદર્શન અને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એન.પંચાલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જે.રાણા નાઓની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ તાલુકામા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માધાપર ગામે આવતા મળેલ ખાનગી બાતમી હકિકત આધારે આરોપીઓ (૧)વિશાલ હરેશભાઇ માખીજા ઉ.વ.૧૯ રહે.માધાપર નવાવાસ, ચૈતન્ય સોસાયટી, તા.ભુજ (ર)ધર્મેશ દિલીપભાઇ ઠકકર ઉ.વ.૨૫ રહે.ઓરીયન્ટ કોલોની પાછળ, ઇન્દીરાનગરી, વી.ડી.હાઇસ્કુલની સામે ભુજ વાળાઓ પૈકી નંબર – (૧) વાળાના રહેણાંક મકાનમાથી ઇંગ્લીશ દારૂના ૭૫૦ મિ.લી.ની બોટલો નંગ-૬૦ કિં.રૂા. ૨૧,૦૦૦/-નો પ્રોહી.મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ-ર કિ.રૂા.૨૫૦૦/- તથા એકસેસ મોટરસાઇકલ કિ.રૂા.૨૦,૦૦૦/- એમ કુલે રૂા.૪૩,૫૦૦/-ના મુદામાલ સાથે ઉપરોક્ત બંને આરોપીઓ પકડાયઇ જતા દારૂ આપનાર આરોપી ઇબ્રાહીમ હાસમ કેવર રહે.વાલ્મીકીનગર, ભુજ વાળો હાજર નહી મળી ત્રણે આરોપીઓએ ગુન્હો કરેલ હોય મજકુર ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ભુજસીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.