“વાંચે ગુજરાત વાંચે લાલન” : લાલન કોલેજમાં રીડીંગ ડે ઉજવાયો
ભુજ : વર્તમાન સમયમાં વિધાર્થી જીવનમાં પુસ્તકો સાથેનો નાતો ઓછો થતો જાય છે. ત્યારે ભુજની લાલન કોલેજમાં “વાંચે ગુજરાત, વાંચે લાલન” ના શીર્ષક હેઠળ રીડીંગ ડે ની ઉજવણી કરવામાં આવી. કોલેજમાં પુસ્તકાલય હોય છે પણ તેમા રહેલા પુસ્તકો વાંચનારાની સંખ્યા ઓછા પ્રમાણમાં હોય છે. દરેક પુસતકાલયોમાં લગભગ આવું જ ચિત્ર જોવા મળે છે.
ત્યારે પુસ્તકો સાથે વિધાર્થીઓના નાતાને મજબુત કરવાના ઉદેશયથી આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. કોલેજના વિધાર્થીઓએ નવા બનેલા બાગનો અનોખા કાર્યક્રમ સાથે ઉદઘાટન કર્યો હતો. આ કાર્યક્રમમાં અધ્યાપકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોલેજના આચાર્ય રાવલ સાહેબની પ્રેરણાથી જ્ઞાનધારા હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના આયોજનમાં મેહુલ શાહ, ચૈતાલી ઠકકર, વૈશાલીબેન, શરીફાબેન તેમજ વિધાર્થીઓએ સહયોગ આપ્યો હતો.