પોલીસનો સર્ચ ઓપરેશન પૂર્ણ : કાસમ નોતિયારનો પતો મળ્યો નહીં

1,228

ભુજ : પોતાનાં બનેવીની હત્યા કરનાર અપરાધી કાસમ મામદ નોતિયાર જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યો હતો અને છૂટયા બાદ પરત જેલ ના ફરતાં પોલીસ એને ૧૧ દિવસ પહેલાં પકડવા ગઈ ત્યારે કાસમ નોતિયાર ૩ પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કર્યો હતો તેમજ કાસમને પકડવા પેટ્રોલીંગ દરમ્યાન બીજી વખત પોલીસ પર હુમલો કરતા આરોપી ખુંખાર સાબીત થયો છે

ત્યારે આજે કાસમને પોલીસે પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યો હતો અને આરોપી હાથવેંતમાં હોવાનુ જાણવા મળેલ જોકે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયો છતા આરોપીનો પતો મળ્યો નથી ત્યારે આ ઘટના ક્રમ દરમ્યાન તેનો એન્કાઉન્ટર થવાની શકયતા હોવાના મેસેજ વાયરલ થયા હતા જોકે પોલીસ સૂત્રોએ આ વાતને નકારી હતી અને કહ્યું હતું કે કાયદો કાયદાનુ કામ કરશે અને આરોપીની જલ્દી ધરપકડ કરવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Get real time updates directly on you device, subscribe now.