જીગ્નેશ મેવાણીની કચ્છ મુલાકાત : મહેશ્વરી સમાજના મંદિરનો વિવાદ એજન્ડામાં નહીં

344

ભુજ : આગામી 22મીએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કચ્છના દલિત અને લઘુમતિ સમુદાયના પ્રશ્નો તેમજ તાજેતરમાં ભુજમાં ચકચાર જગાવનાર મહેશ્વરી સમાજના મંદિરમાં તોડફોડ મામલે અવાજ ઉઠાવશે તેવી વાતો વહેતી થઈ હતી પરંતુ જીગ્નેશ મેવાણીની કચ્છ મુલાકાતમાં મંદિર પ્રકરણ અને લઘુમતિ સમુદાયના સ્થાનિક પ્રશ્નો શામેલ ન હોવાનું સામે આવ્યું છે. જીગ્નેશ મેવાણી કચ્છના દલિત અને કોળી સમાજના જમીન વિહોણા પરિવારો મુદે મુખ્યત્વે આવાજ ઉઠાવવા આવી રહ્યા હોવાનું તેમના નજીકના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

જીગ્નેશ મેવાણીના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની કચ્છ મુલાકાત પૂર્વ ભુજમાં યોજાયેલી બેઠકમાં મુખ્ય એજન્ડા કોળી અને દલિત સમાજને સાંથણીમાં અપાયેલી જમીનનો મુદો મુખ્ય હતો. ભુજમાં મહેશ્વરી સમાજના મંદિરમાં તોડફોડનો વિવાદ તેમજ લઘુમતિ સમાજના સ્થાનિક પ્રશ્નો અંગે પણ બેઠકમાં કોઈ પણ જાતની ચર્ચાનો સૂત્રો ઇનકાર કરી રહ્યા છે. સ્થાનિક સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે જીગ્નેશ મેવાણીની સભા તેમજ કાર્યક્રમ માટે કચ્છની લઘુમતિ સંસ્થાઓ અને સંગઠનોને આમંત્રણ અપાયું નથી. જાહેર સભા હોવાથી કોઈ પણ સમાજના લોકો તેમાં જોડાઇ શકે છે અને પોતાના પ્રશ્નો રજુ કરી શકે છે જેના નિરાકરણ માટે પ્રયત્નોની ખાતરી આપવામાં આવી હતી.

Get real time updates directly on you device, subscribe now.