મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવની ઘટનાનાં કચ્છમાં રીએકશન : કચ્છની સંસ્થાએ નોંધાવ્યો વિરોધ
ભુજ : મહારાષ્ટ્રના પુણે જીલ્લાનાં ભીમા-કોરેગાંવ ખાતે દલીત સમાજના કાર્યક્રમમાં હિંસા કરાવનાર ગુનેગારો વિરુદ્ધ કચ્છની સંસ્થા ઓલ ઇંડીયા sc, st, obc, માઇનોરીટી મહાસંઘ દ્વારા કલેકટર કચ્છ વતી રાજ્યપાલને રજૂઆત કરતો આવેદનપત્ર પાઠવ્યો છે. આવેદનપત્રમાં સંસ્થાએ જણાવ્યું છે કે ભીમા-કોરેગાંવ ખાતે બૌદ્ધ બાંધવો પર પથ્થર મારો કરીને પધ્ધતીસર કાવતરો રચીને જે અત્યાચાર કરવામાં આવ્યો તેને અમે વિરોધ કરીએં છીએં
તેમજ આ ઘટનાના દોષીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર સંભાજી ભીડે સહિતનાઓની તાત્કાલિક ધરપકડ કરી દેશ દ્રોહ, દલિત અત્યાચાર વિરોધી કાયદો અને ખુન કેસની કલમ તળે કાર્યવાહી કરવા માંગ કરી છે. તેમજ યાકુબ મેમણ પર શસ્ત્રો આપવાના ગુનાહ વિરૂદ્ધ જેમ કેસ ચલાવાયો તેજ રીતે આ આરોપીઓ પર કેસ ચલાવવામાં આવે સાથે સાથે સમાજનાં લોકોનું જે નુકસાન થયું છે તે નુકસાનની મહારાષ્ટ્ર સરકાર ભરપાઈ કરે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો તેમજ કચ્છના તમામ સમાજોને શાંતિ જાળવવા ઉપસ્થિત સંસ્થાના કાર્યકરોએ અપીલ કરી હતી.