તડીપારના હુકમનો ભંગ કરવા બદલ આરોપીને પકડતી ભુજ એ.ડીવીઝન પોલીસ
ભુજ : પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાહેબ નાઓના માર્ગદર્શન અનુસંધાને ના.પો.અધિ.પટેલ સાહેબ ભુજ વિભાગની સુચનાથી એ.ડીવીઝન, ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.ચૌહાણ તથા ડી. સ્ટાફના માણસો ભુજ શહેર એ ડિવીઝન ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે મહાદેવ નગર પ્રમુખસ્વામીનગર પાસેથી મૌલીક નરેન્દ્રભાઈ રાજગોરને કલેકટર કચ્છનાઓના હદપારીના (૬) છ માસના તડીપારના હુકમનો ભંગ કરવા બદલ GP act sec 142 મુજબના કામે બાતમી આધારે પકડી પાડી એ.ડીવીઝન ભુજ મા હદપારી ભંગની ફરીયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.