ગરીબોના 300 ઝુંપડા તોડી પાડવાના નીમાબેનના પ્લાનની આવતીકાલે વરસી
ભુજ : ભાજપના ઉમેદવાર નીમાબેન આચાર્ય સામે લોકોની નારાજગી દિવસે દિવસે વધતી જાય છે. તેમના દ્વારા સત્તા જોરે લેવાયેલા કેટલાક પગલાં હવે બરાબર ચૂંટણી ટાણે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. બરાબર એક વર્ષ પહેલા નીમાબેને માધાપરના 300 જેટલા ગરીબોના ઝુંપડા તોડી પાડવાનો પોતાનો ઈરાદો સરકાર સમક્ષ રજુ કર્યો તેના લેખિત પ્રમાણો સાથે તેમના આ અવિચારી અને અમાનવીય પ્લાનને માધાપરના ઝુપડપટ્ટી વિસ્તારના લોકો યાદ કરી રહ્યા છે. બરાબર એક વર્ષ પહેલા તા. ૨-૧૨-૨૦૧૬ ના રોજ મુખ્યમંત્રીને સંબોધીને નીમાબેને પત્ર લખ્યો હતો કે ભુજીયા ડુંગરની સામે આવેલા 300 જેટલા ઝુંપડા અને ઢાબા તોડી પાડવામાં આવે. સ્થાનિકોના દાવા મુજબ રાજાશાહી સમયથી માધાપરમાં રહેતા ગરીબ વર્ગના લોકોના 300 જેટલા ઝુંપડા તોડીને દબાણના નામે નીમાબેને સરકારમાં કરેલી રજૂઆતોનો પ્રતિસાદ કંઈક ઉચ્ચ કક્ષાએથી એવો મળ્યો હતો કે ૩૫૦ થી ૪૦૦ જેટલા ઝૂંપડામાં ૧૫૦૦ થી ૨૦૦૦ લોકો રહે છે તેમના રહેણાંક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે ? આ સવાલનો જવાબ ન તો નીમાબેન પાસે છે અને ન ભુજ નગરપાલિકા પાસે.
ભવિષ્યમાં સ્મૃતિવનની આસપાસ શ્રીમંતોની ગીર્દી અને શાહુકારોના મેળાવડાંને જોતા ભુજીયાની તળેટીમાં 300 ઝૂંપડાની વસાહતને તોડી પાડવા નીમાબેને સપનું સેવેલું તેને આવતી કાલે એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે ભુજ મત વિસ્તારના લોકો પણ નીમાબેનની ગરીબ વિરોધી માનસિકતા નો બરાબર ચૂંટણી ટાણે યાદ તાજી કરતા એક વર્ષ પહેલા જે 300 ઝુંપડા તોડી પાડવાની મનસા છતી કરાઈ હતી, તેના વિકલ્પ રૂપે કચ્છ કલેક્ટરે ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના તળે કઈ વિચાર્યું છે કે કેમ ? તેવો સવાલ પુછાયા બાદ નીમાબેન સહીત શાહુકારોના હિમાયતીઓ એ આ પ્રકરણમાં મૌન સેવી લીધું છે. હવે આગામી સમયમાં ઝુંપડા વસાહત તૂટશે ? તેની જગ્યા એ વૈકલ્પિક વ્યવસ્થા મળશે ? આવા પ્રશ્નોએ ગરીબ વર્ગમાં ચિંતાની લહેર ઉભી કરી છે.