વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને કચ્‍છમાં લીકર શોપ પરથી વિદેશી દારૂના વેચાણ પર પ્રતિબંધ

237

ભુજ : ભારતના ચુંટણી પંચ દ્વારા આગામી વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૨૫/૧૦/૨૦૧૭થી ચુંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા અમલમાં છે અને કચ્‍છ જિલ્‍લામાં તા.૯/૧૨/૨૦૧૭ના મતદાન થનાર છે અને તા.૧૮/૧૨/૨૦૧૭ના મતગણતરી થનાર છે.

જેથી જિલ્‍લા કલેકટર અને જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ રેમ્‍યા મોહને મુંબઇ નશાબંધી અધિનિયમ-૧૯૪૯ની કલમ-૧૪૨ તળે તેમને મળેલ સત્તાની રૂએ જિલ્‍લામાં તા.૦૯/૧૨/૨૦૧૭ના મતદાન થનાર છે અને તા.૧૮/૧૨/૨૦૧૭ના રોજ મતગણતરી થનાર છે. ત્‍યારે વિધાનસભાની સામાન્‍ય ચુંટણી-૨૦૧૭ દરમ્‍યાન મતદાન મૂકત અને ન્‍યાયીક વાતાવરણમાં થાય તે હેતુથી દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ ફરમાવેલ છે.

Get real time updates directly on you device, subscribe now.