ભાજપ સરકારે દલિત ઉત્થાનની યોજનાઓ બંધ કરીને દલિતોને પાયમાલ કર્યા
ભુજ.તા.૬-ભુજ ખાતે જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ અને ભુજ તાલુકા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના સંયુક્ત ઉપક્રમે ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રીઆદમભાઇ ચાકીના સમર્થનમાં દલિત સંમેલન યોજાયું હતું જેમાં ભુજ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત દલિત સમાજના લોકોએ ભાજપ સરકારે દલિતોને અન્યાય કર્યો હોવાની લાગણીવ્યક્ત કરી હતી. દલિત સંમેલનના પ્રારંભમાં બંધારણના ઘડવૈયા અને દલિતોના મસિહા ડો.ભીમરાવ આંબેડકર સાહેબની છબીને કોંગી ઉમેદવારઆદમભાઇ ચાકી,જિલ્લાકોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરી સહિતના અગ્રણીઓએ પુષ્પાન્જલી કરી દિપ પ્રગટાવી કાર્ક્રમ ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ભુજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી આદમભાઇ ચાકીએ મહામાનવ ડો.ભીમરાવ આંબેડકર સાહેબના જીવન ચરિત્રને યાદ કરી દલિતોના ઉત્થાન અને દેશનું બંધારણ બનાવવામાં આપેલ યોગદાનને યાદ કરી વર્તમાન સમયમાં કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર દલિતોને ભારોભાર અન્યાય કરી રહી છે અને છેતરી રહી છે.ભાજપ સરકાર દલિત ઉત્થાનની યોજનાઓ બંધ કરીને દલિતોને પાયમાલ કરી નાખ્યા છે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઇ મહેશ્વરીએ કોંગ્રેસે દલિતોના વિકાસ માટે કરેલા કાર્યો અને યોજનાઓને યાદ કરી ચાલુ વિધાનસભાની ચુંટણીમાં કચ્છની તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી.
જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના પ્રમુખ પ્રાણલાલ નામોરીએ રાજ્યની વર્તમાન ભાજપ સરકારે દલિત વિકાસની અનેક યોજનાઓ બંધ કરી દીધી છે જેના કારણે દલિતોનો વિકાસ રૂંધાઇ રહ્યો છે ત્યારે ચાલુ ચુંટણીમાં દલિત સમાજને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો. દલિત સમાજના યુવા અગ્રણી ,જિલ્લા કોંગ્રેસના મંત્રી અને કચ્છ યુનિવર્સિટીના સેનેટ રમેશભાઇ ગરવાએ કહ્યું હતું કે,વર્તમાન ભાજપ સરકારે શિક્ષણનુંવ્યાપારી કરણ કરી દલિત સમાજને શિક્ષણથી વંચિત રાખવા કારસો રચેલો છે ત્યારે આ ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવાઅપીલ કરી હતી. કોંગ્રેસ અનુસુચિત જાતિના પ્રદેશ અગ્રણી દાનાભાઇ બડગા,મોહનભાઇ નામોરી,રાણાભાઇ મેરીયા,જુમાભાઇ નોડે,રાજસ્થાનના દલિત અગ્રણી પ્રો.મેઘવાલ સહિતનાઓએ ગુજરાતની દલિત વિરોધી ભાજપ સરકારનેઉખાડી ફેંકવા હાકલ કરી હતી. આ પ્રસંગે દલિત સમાજના અગ્રણીઓ નગરસેવક માલશી માતંગ,જિલ્લા પંચાયતના પુર્વ સદસ્યા લક્ષ્મીબેન નામોરી,હરેશ મેરિયા,ઉગાભાઇ મારવાડા,રામજીભાઇ દાફડા, આત્મારામભાઇ મહેશ્વરી,દામજીભાઇ સુંઢા,તેજશી થારૂ,ડી.એલ.મહેશ્વરી,મંગલભાઇ કટુઆ,સહદેવ સેખાણી, સહિતના દલિત આગેવાનો તથા બહોળી સંખ્યામાં દલિત સમાજના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને આયોજન જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના પુર્વપ્રમુખ નાગશીભાઇ ફફલે સંભાળી હતી,કાર્યક્રમનુ સંચાલન એડવોકેટ ધનજી મેરીયાએ અને આભારવિધી દિનેશ ગોહિલે કરી હતી.