લોકશાહી સ્થાપવા રજવાડા ત્યજનાર સમાજના ઇતિહાસ સાથે ચેડાં કરતી ફિલ્મ “પદ્માવતી” પર પ્રતિબંધ લગાવો : જુમ્મા રાયમા
ગાંધીધામ : કોંગ્રેસ ના પ્રદેશ મંત્રી મુસ્લિમ સમાજના આગેવાન અને કચ્છની કોમી એકતાના હિમાયતી હાજીજુમ્મા રાયમાએ પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ મુકવા નરેન્દ્ર મોદીને પત્ર દ્વારા રજુઆત કરી છે. તેમને જણાવ્યું કે રાણી પદ્માવતીના નામે બનેલી ફિલ્મ જે 1 ડિસેમ્બરના રિલીઝ થવાની છે. રાણી પદ્માવતી કે જેઓ પોતાના શીલ અને ચરિત્ર ની રક્ષા કાજે 16000 મહિલાઓ સાથે પોતાની જાતને અગ્નિમાં હોમી દીધી હતી. આ એ ક્ષત્રિય સમાજની સતી છે જે સમાજે લોકશાહી સ્થાપવા માટે પોતાના રજવાડા ત્યજી દીધા છે.
તેમજ આ સમાજે અન્ય સમાજની રક્ષા માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે. તેમજ ક્ષત્રિય સમાજ અનેક બલિદાનો અને નીસ્વાર્થ લડાઈનો ઇતિહાસ ધરાવે છે. આ સમાજની સતીના નામે ફિલ્મ બનાવી વાસ્તવિકતા વિરુદ્ધ દ્રશ્યો રોલીઝ કરવા બિલકુલ યોગ્ય નથી. ઇતિહાસ સાથે ચેડાં કરવાનો કોઈને અધિકાર નથી. ભારતીય જનતા પાર્ટી નારી સશક્તિકરણ ની વાત કરતી હોય ત્યારે ઇતિહાસના મહાન પાત્ર રાણી પદ્માવતી પર થી બનેલી ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવો એ ફક્ત ક્ષત્રિય સમાજ નહિ પણ સમગ્ર હિન્દુસ્તાનના તમામ સમાજોની લાગણી છે માટે આ બાબતે યોગ્ય કરવા માટે નરેન્દ્ર મોદીને લખેલા પાત્રમાં પ્રદેશ કોંગ્રેસ અગ્રણીએ જણાવ્યું હતું.