મુન્દ્રા પોલીસે ચીટિંગ કરતી ત્રિપુટીનો પર્દાફાશ કર્યો
મુન્દ્રા : આગામી વિધાનસભા ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડાની સૂચના થી નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ ભુજ તથા મુન્દ્રા પી.આઈ. એમ.જે. જલુ ના માર્ગદર્શન હેઠળ ગઈ કાલે મોડી સાંજે પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે માંડવી બાજુની ચીટિંગ કરતી ત્રિપુટી મુન્દ્રાના સાનિયા પ્રોપર્ટી સોસાયટીમાં આવેલ છે અને રાજેસ્થાનથી બોલાવેલ માણસોને લાલચ આપી મોટી રકમની છેતરપિંડી કરવા એકઠા થયા છે. તાત્કાલિક છટકું ગોઠવી શંકાશ્પદ ઈસમોને પકડી પડેલ જેમાં અબુબખર ઉર્ફે અયુબ રમજુ સુમરા રહે, માંડવી, મંગલ ઝુમખલાલ નાગડા, રહે ગોધરા માંડવી, કિશોર કાંતિલાલ ધોરીયા રહે ગોધરા માંડવી, હોવાનું જણાઈ આવેલ.
પૂછપરછ દરમયાન જણાવેલ કે પોતે ફોનથી ફરિયાદી આમ્બાસિંહ જીવરાજસિંહ રાજપુરોહિત રહે, જેસલમેર રાજેસ્થાન વાળાને નાગમણિ (મુલતાની પથ્થર) તેમજ આર પાર જોઈ શકાય તેવા ચશ્માં ત્રણ લાખમાં વેંચાણે આપવા વાતચીત કરેલ અને ભાવતાલ નક્કી કરી સોદો કરવા જતા પકડાઈ ગયેલ તેવી કબૂલાત આપી હતી. ત્રણેય આરોપીઓ પાસેથી ચિટીંગમાં વેચવા નીકળેલ મુદામાલ તેમજ જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન, સિલ્વર કલરની ઇન્ડિકા કાર કુલ માંડીને 81300 ના મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.