કેન્દ્ર સરકારે ઘણા બધા ખોટા નિર્ણય લઈને જનતાને મુશ્કેલીમાં મુક્યા : મનમોહનસિંહ

203

અમદાવાદ: ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી મનમોહનસિંહ આજે અમદાવાદમાં છે. જ્યાં તેમણે કેન્દ્ર સરકાર પર નિષ્ફળતાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે નોટબંધીના મુદ્દે લીધેલો નિર્ણય માત્ર રાજકીય જ હતો. નોટબંધીના દિવસને કાળા દિવસ તરીકે મનાવવો જોઈએ. વર્તમાન કેન્દ્ર સરકાર ઘણા બધા ખોટા નિર્ણય લઈને જનતાને મુશ્કેલીમાં મુકી રહી છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે નોટબંધીનો નિર્ણય કેન્દ્ર સરકારનો સંદતર નિષ્ફળ ગયો હોવાથી 8 નવેંબરના નોટબંધીના દિવસને કાળા દિવસ તરીકે મનાવવા માં આવશે.

ગુજરાતે દેશને બે મહાનુભાવો મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ આપ્યા છે. વડાપ્રધાને નોટબંધીની જાહેરાત કરી ત્યારે હુ ચોકી ગયો હતો. સરકારના ઘણાબધા નિર્ણયો ખોટા અને નિષ્ફળ ઠર્યા છે. વડાપ્રધાનને નોટબંધી કરવાની સલાહ ખોટી મળી હતી. કાળાનાણા બહાર લાવવા કરેલી નોટબંધીરહી કોઈ અસર પડ્યો નથી. નોટબંધી રાજકીય ફાયદા માટે કરવામાં આવી હતી. આ રીતે પોતાના ભાસણ દરમ્યાન અનેક મુદ્દે કેન્દ્ર સરકાર પર પૂર્વ વડાપ્રધાને અનેક નિષ્ફ્ળતાના આક્ષેપો કર્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.