કચ્છના સાંસદ સમક્ષ માધાપર દલિત વિસ્તારમાં સ્થાનિકોએ રોષ ઠાલવ્યો ?
માધાપર : ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં બૂથ વિસ્તરણ કાર્યક્રમ અંતર્ગત દરેક બૂથ વાઇસ આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક શરુ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ભુજના પરા સમાન વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા માધાપર ગામમાં પણ લોક સંપર્ક ચાલુ છે. આ લોક સંપર્ક મતીયા કોલોની વિસ્તાર જે દલિત-મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યાં મંગળવારે કચ્છના સંસદ વિનોદ ચાવડા ની આગેવાનીમાં લોક સંપર્ક યોજાયો હતો. આ લોકસંપર્ક દરમ્યાન આંતરિક વિખવાદના કારણે સાંસદ સાથે રહેલા તાલુકા તેમજ જિલ્લા કક્ષાના આગેવાનોને સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. આ ચર્ચા આજે માધાપરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. ગામમાં થતી ચર્ચા મુજબ લોકસંપર્ક દરમ્યાન સાંસદ સમક્ષ સ્થાનિકોએ એવી નારાજગી વ્યક્ત કરી હતી કે અમારો દલિત મુસ્લિમ વિસ્તાર તમને ચૂંટણી દરમ્યાન યાદ આવે છે બાકી પાંચ વર્ષ સતત આ વિસ્તારની અનદેખી કરવામાં આવે છે.
ચર્ચાતો એટલે સુધી થઇ રહી છે કે સાંસદ સહિતના આગેવાનોને અમુક સ્થાનિક લોકોએ ઘરમાં આવવાની પણ ના પડી દીધી હતી. માટે 2 કલાકનો આ કાર્યક્રમ 15 થી 20 મીનમાં સમેટાઈ ગયો હતો. અને બીજું કારણ એ પણ ચર્ચાઈ રહ્યો છે કે સ્થાનિક ભાજપના અમુક દલિત મુસ્લિમ કાર્યકરો પણ નારાજ છે. વિરોધ કરનાર સ્થાનિકો આ કર્યકારોના સમર્થક છે તેવું ચર્ચાઈ રહ્યું છે. આ કાર્યકરોએ પણ ત્યાં હાજરી ન આપીને આડકતરી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યકરોની નારાજગી પાછળ માધાપરના સ્થાનિક જિલ્લા કક્ષાના હોદેદાર યુવા નેતા સાથે મતભેદ હોવાનું કારણ ચર્ચાઈ રહ્યો છે. આમ પક્ષમાં અંદરો અંદર નારાજગીના કારણે સાંસદ સહિતના આગેવાનોને વિરોધનો સામનો કરવો પડ્યો હતું તેવું સ્થાનિકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. તેમજ આગામી વિધાનસભામાં નારાજ કાર્યકરો પોતાના દલિત મુસ્લિમ બહુમતી વાળા વિસ્તારમાં કંઈક નવા જુની કરે તેવી ચર્ચાએ જોર પકડ્યો છે.