“કચ્‍છની લોકસંસ્‍કૃતિથી લોકશાહી તરફ” મતદાન જાગૃતિ અંગેની ડોકયુમેન્‍ટરી ફિલ્મ નું કરાયું વિમોચન

1,293

ભુજ, બુધવાર : ભારતના નિર્વાચન આયોગના સ્‍વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્‍લા ચુંટણી અધિકારી અને કલેકટર સુશ્રી રેમ્‍યા મોહનના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ “કચ્‍છની લોકસંસ્‍કૃતિથી લોકશાહી તરફ” મતદાન જાગૃતિ (સ્‍વીપ) અંગેની ૬ મિનિટની ડોકયુમેન્‍ટરી ફિલ્‍મનું આજે જિલ્‍લા ચુંટણી અધિકારી અને કચ્‍છ કલેકટર રેમ્‍યા મોહનના હસ્‍તે વિમોચન કરાયું હતું. શોર્ટ ડોકયુમેન્‍ટરી ફિલ્‍મનું નિર્માણ કરનાર મામલતદાર કચેરી, લખપતના નાયબ મામલતદારશ્રી યુવરાજસિંહ ગોહિલ અને તેમની ટીમના સદસ્‍ય શૈલેશ પરમાર, એન્‍કર રોશનીબેન જોશી, હેતલબેન જોશી, સંજય મૈયડ અને વિડીયોગ્રાફર હિતેશ ગોર તથા ગાયિકા ગીતાબેન રબારીના સહયોગથી બનેલ શોર્ટ ફિલ્‍મને કલેકટર રેમ્‍યા મોહન, નાયબ કલેકટર નખત્રાણા ડી.આર.ઝાલા અને મામલતદાર-લખપત કચેરીનું માર્ગદર્શન સાંપડયું હોવાનું શ્રી યુવરાજસિંહ ગોહિલે જણાવ્‍યું હતું.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, કચ્‍છની લોકસંસ્‍કૃતિને સાંકળતી ડોકયુમેન્‍ટરી ફિલ્‍મમાં કચ્‍છની છાપ સમી લોકસંસ્‍કૃતિનાં દશ્‍યો કંડારવવામાં આવ્‍યા છે તથા નાનામાં નાનો અદનો માણસ પણ ચુંટણીમાં મત આપવા અપીલ કરી રહયો છે જેમાં “કૈયારીના માલધારી સમાજ, જત સમાજ, હિન્‍દુ, મુસ્‍લિમ, શીખ, કચ્‍છ પ્રવાસે આવેલા વિદેશી પ્રવાસીઓ પણ મતદાન કરવા અપીલ કરી રહયા છે. કામણગારા કચ્‍છના વિશ્‍વ વિખ્‍યાત ધોરડો સફેદરણ, લખપતના છેવાડાના ગામડાઓ, કચ્‍છના પર્યટન સ્‍થળો, જેવા કે લખપત કિલ્‍લો, માતાનામઢ, માંડવી બીચ, સરહદના સંત્રી કોટેશ્‍વર વગેરે સ્‍થળોને આ ફિલ્‍મમાં આવરી લેવામાં આવ્‍યા છે. આ ફિલ્‍મનો આશય કચ્‍છની લોકસંસ્‍કૃતિ દ્વારા કચ્‍છ જિલ્‍લામાં મતદાનનું પ્રમાણ વધારવાનું છે.

Get real time updates directly on you device, subscribe now.