કચ્છમાં નવો પક્ષ ” હિન્દુસ્તાન તહેરિકે ઇન્સાફ ” જાણો સુ છે પક્ષ બનવવા પાછળનું ગણિત

2,753

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે આગાઉની ચૂંટણી કરતા કંઈક અલગ જ  માહોલ જોવા મળી રહ્યો છે. આ વિધાનસભા ચૂંટણીમાં જાતિવાદના સમીકરણો ને ધ્યાને લઇ તમામ પક્ષો આગળ વધી રહ્યા છે. બંને મુખ્ય પક્ષો સામે તમામ સમાજોને સાથે રાખી ચાલવાનો મોટો પડકાર છે. બંને પક્ષોને કોઈક ને કોઈક સમાજના વિરોધનો સામનો  કરી રહ્યા છે. કોઈ પણ સમાજ પોતાના પક્ષથી નારાજ ના રહે તે માટે વિવિધ સમાજના આગેવાનોથી બેઠકો કરવામાં આવી રહી છે તેમજ બંને પક્ષો અલગ અલગ રણનીતિ ઘડી પોતાની પાર્ટીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમગ્ર માહોલ વચ્ચે કચ્છમાં ક્યારે ના બની હોય તેવી ઐતિહાસિક મુવમેન્ટ જોવા મળી રહી છે. કચ્છમાં કોંગ્રેસ પક્ષમાંથી છુટા થયેલ મુસ્લિમ અગ્રણી દ્વારા નવા પક્ષનું  ગઠન કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પક્ષના ગઠન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ને આખરી ઓપ અપાઈ ગયો છે. આગામી ટૂંક સમયમાં આ પક્ષની જાહેરાત થાય તેવી શક્યતા રાજકીય આલમમાં સેવાઈ રહી છે.

લઘુમતી સમાજના કદાવર નેતા અને યુવા વર્ગમાં બહોળી લોકચાહના ધરાવતા કોંગ્રેસ પક્ષમાંથી ભુજના પૂર્વ નગરસેવક રહી ચૂકેલા હમિદ ભટ્ટીએ આ પાર્ટીનો પાયો નાખયો છે તેવું રાજકીય સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. કચ્છમાં બનેલી આ રાજકીય પાર્ટીનું નામ ” હિન્દુસ્તાન તહેરિકે ઇન્સાફ” હોવાનું જાણવા મળી રહ્યું છે. આ નવો રાજકીય પક્ષ કચ્છની 3 વિધાનસભા બેઠકો ભુજ, માંડવી અને અબડાસા પર ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ પક્ષની રચના પાછળ કોંગ્રેસ દ્વારા મુસ્લિમ સમાજને અન્યાય થઇ રહ્યો છે. વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે રહેલા મુસ્લિમ સમાજનું ગુજરાતની ૧૫ થી ૧૭ સીટો પાર હક બને છે. પણ કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વ પર ચાલી મુસ્લિમોને ટિકિટો આપવા આનાકાની કરી રહી છે. તથા સક્ષમ મુસ્લિમોની અવગણના કરી રહી છે. જયારે જીગ્નેશ, અલ્પેશ, અને હાર્દિક પોતાની સમાજ માટે લડાઈ લડી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજને થતા અન્યાય સામે લાડવા તથા સત્તામાં યોગ્ય પ્રતિનિધિત્વ અપાવવા આ પક્ષની રચના કરવામાં આવી છે તેવું કારણ રાજકીય સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. આ પક્ષ વિધાનસભા ચૂંટણીમાં કચ્છમાં ઝંપલાવે તો કોંગ્રેસ પક્ષને કચ્છમાં મોટો ફટકો પડે તેવી ગણિત રાજકીય વિદ્વાનો દ્વારા કરાઈ રહી છે.

 

Get real time updates directly on you device, subscribe now.