શંકરસિંહ બાપુના જન વિકલ્પ મોરચાએ કચ્છની 4 સીટો પર ઉમેદવારી કરી
કચ્છ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસથી નારાજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જન વિકલ્પ મોરચાની રચના કરી હતી. આ મોરચામાં જાન વિકલ્પ પાર્ટી અને હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીનો ઘટક પક્ષ તરીકે સમાવેશ કરાયો છે. જન વિકલ્પ મોરચા દ્વારા પ્રથમ ચારણના મતદાન માટે 69 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ તમામ ઉમેદવારો હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ચિહન ટ્રેક્ટર પરથી ચૂંટણી લડશે.
આ યાદીમાં કચ્છની ચાર સીટો માટે ઉમેદવારોના નામ પણ જાહેર કરાયા છે. જેમાં ભુજ બેઠક પર સુલેમાન કાસમ હિંગોરજા, અંજાર બેઠક પર અરજણ ડી. આહીર, ગાંધીધામ બેઠક પર રમેશભાઈ મગાભાઇ વણકર, રાપર બેઠક પર રમેશ કુંભાભાઇ મકવાણા ( કોળી) નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેવું જન વિકલ મોરચા દ્વારા જાહેર કરેલ અખબારી યાદીમાં જણાવાયું છે.