મને કોંગ્રેસનો એજન્ટ કહેનાર ભાજપને ગુજરાત કોઈએ ૭/૧૨ માં નથી લખી આપ્યો : હાર્દિક પટેલ માંડવી
માંડવી : પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે કચ્છની મુલાકાતે આવેલ છે. બપોરે ભુજ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી અને રાત્રે માંડવી તાલુકાના ભેરૈયા ગામે ભવ્ય સભા સંબોધી હતી. સભા દરમ્યાન હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમને જણાવ્યું કે આ કચ્છનો જે વિકાસ થયો છે તે ભાજપે નહિ પણ કચ્છી માડુઓએ પોતાની મહેનત થી કર્યો છે. વધુમાં જણાવ્યું કે કચ્છ માં હું 6 વખત આવ્યો પણ મને ફીલિંગ નથી આવતું તમે લોકો ખુબ જ ઠંડા છો. હક્કની લડાઈ લડવી હોય તો એક આક્રોશ જોઈએ. તમારા આ ભોળપણનો લાભ ભાજપ લઇ જશે માટે કચ્છી માડુઓને સિંહની જેમ દહાડવું પડશે. અને સરકાર પર સવાલો ઉપાડવા પડશે ત્યારે જ આપણો હક્ક આપણે મેળવી સકશું.
પ્રધાનમંત્રી પર પ્રહાર કરતા જણાવ્યું કે સાહેબ કચ્છ આવે અને સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી ને કહે કે અહીં હું સેવા આપવા આવતો હતો અને તમારા સાથે મારો જૂનો નાતો છે તો માની ના લેતા નહીંતર ફરીથી ઈમોશનલી વાતો કરી તમારો ઉપયોગ કરી જશે. વધારેમાં જણાવ્યું કે ભાજપ ચૂંટણી ટાણે 2 મહિના મોટી જાહેરાતો કરીને તમારો ઉપયોગ કરી અને પછી 4 વર્ષ અને 10 મહિના દેખાશે નહિ માટે સાવચેત રહેજો. ભાજપ સરકારને જનતાની કોઈ વેલ્યુ નથી અને જો વેલ્યુ હોત તો આપણે આ સભાઓ ન કરવી પડે. હાર્દિકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પર પ્રહાર કરતા જણાવ્યું કે જે અમિત શાહ AC માંથી બહાર ન નીકળે તે હારની બીકે નારણપુરામાં ઘરો ઘર વોટ લેવા નીકળ્યા છે. હાર્દિક પટેલ પર અવાર નવાર કોંગ્રેસનો એજન્ટ હોવાના થતા આક્ષેપ બાબતે જણાવ્યું કે અમને કોંગ્રેસનો એજન્ટ કહેનાર ભાજપને જનતાએ ગુજરાત ૭/૧૨ માં નથી લખી આપ્યો. આમ માંડવી મુલાકાત દરમ્યાન સભાની વ્યવસ્થા તથા આયોજન કરનાર તમામ યુવાનો તથા કાર્યકરોનો આભાર માન્યો હતો સાથે “જય જવાન, જય કિશાન” ના નારા લગાડી ભાજપને હરાવવા સંકલ્પ કર્યો હતો.