હાર્દિક પટેલનો ‘ફેક’ વાયરલ વિડિઓ યૂ ટ્યૂબે ડિલેટ કર્યો

1,326

ભુજ : આજે બપોરથી યુ ટ્યૂબમાં એક વિડિઓ ઉપલોડ કરીને વાઇરલ કરવામાં આવ્યો હતો. આ વિડીઓમાં હાર્દિક પટેલ હોટેલના રૂમમાં એક મહિલા સાથે અંગત પળો માણી રહ્યો છે તેવું બતાવવામાં આવ્યું હતું. આ વિડીઓના ન્યૂઝ  મીડિયા માધ્યમોમાં બપોરથી બતાડાઈ રહ્યા હતા. સોશ્યલ મીડિયા પર આ વિડિઓને લઈને ચર્ચા છેડાઈ હતી. લોકો દ્વારા આ વિડિઓ વાઇરલ કરવા માટે ભાજપને દોષી બતાવી રહ્યા હતા. ભાજપ હારની બીકે આવા વિડિઓ બનાવી વાઇરલ કરી રહી છે તેવું લોકો જણાવી રહ્યા હતા.

અચાનક સાંજે યુ ટ્યૂબ દ્વારા આ વિડિઓને રિમૂવ કરવામાં આવ્યો હતો. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર આ વિડિઓ બેન કરવા યુ ટ્યૂબ પર ફરિયાદો કરાઈ હતી જેના કારણે આ વિડિઓ યુ ટ્યૂબે ડિલેટ કરી નાખ્યો હતો. યુ ટ્યૂબ પર આ વિડિઓ ઓપન કરવાની કોશિસ કરતા યુ ટ્યૂબ દ્વારા આ વિડિઓ રીમુવ કર્યો હોવાનો મેસેજ બતાડે છે. સોશ્યલ મીડિયા પર લોકો એવી ટિપ્પણી કરી રહ્યા હતા કે પોતાના રાજનીતિક ફાયદા માટે આ રાજકારણીઓ આટલી નીચલી કક્ષાએ ઉતરી જાય છે તે શરમ જનક બાબત છે.

Get real time updates directly on you device, subscribe now.