કચ્છમાં ફોર્મ ચકાસણી દરમ્યાન ભાજપ કોંગ્રેસ આમને સામને
કચ્છ : વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પાત્રો ભરવાની પ્રક્રિયા સમાપ્ત થતા આજે ચકાસણી કરવાનું ચાલુ છે. તેના વચ્ચે માંડવી બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર શાક્તિસિંહ ગોહિલના ફોર્મમાં વિગતોમાં અધૂરાસ હોવા મુદ્દે ભાજપ દ્વારા વાંધો લેવામાં આવ્યો હતો. ફોર્મમાં વિગતો ઓછી હોવાનું જણાવી ઓબ્ઝર્વર સમક્ષ ફોર્મ રદ કરવા રજુઆત કરાઈ હતી.
ત્યારે કોંગ્રેસ દ્વારા નીમાબેન આચાર્ય ના ફોર્મ સામે વાંધો લેવાયો છે. નીમાબેન આચાર્ય દ્વારા ફોર્મમાં ઉમર ઓછી બતાડી હોવાની બાબતે કોંગ્રેસે વાંધો લીધો છે. નીમાબેને પાંચ વર્ષ બાદ પણ પોતાની ઉંમર માં ત્રણ વર્ષનો વધારો કર્યો છે. આ બાબતે કોંગ્રેસે ફોર્મ રદ કરવા માંગ કરી છે. આ બાબતે શું પરિણામ આવે છે તે ચકાસણી બાદ જ સ્પષ્ટ થશે.