કચ્છમાં કોંગ્રેસને પડ્યો મોટો ફટકો : કોંગ્રેસના આગેવાન શ્રવણસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામુ
ભુજ : ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક આવતા રાજીનામા અને આગેવાનોની નારાજગીનો દોર ચાલી રહ્યો છે. તેના વચ્ચે કચ્છ કોંગ્રેસમાં ભડકો થયાના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ પક્ષમા સતત 26 વર્ષથી કાર્યરત વફાદાર સૈનિક તરીકે વિવિધ હોદાઓ પર રહી પક્ષની સેવા કરનાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પંચાયત સેલના મહામંત્રી અને કચ્છ જીલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી શ્રવણસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષ માથી રાજીનામુ આપી દિધો છે. ટુંક સમયમા તેઓ ભાજપ મા જોડાશે તેવી અટકળો વહેતી થઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ને સંબોધીને લખેલા રાજીનામામા શ્રવણસિંહ વાઘેલાએ ઉલ્લેખ કર્યો છે કે
તેઓએ સતત વર્ષ 1991 થી પક્ષમાં કાર્યરત રહીને તાલુકા જીલ્લા તેમજ રાજય સ્તરે પક્ષની સેવા કરેલ છે. છતાંય પ્રદેશ કોંગ્રેસ સમિતિએ તેમની અવગણના કરી છે. આવી પરિસ્થિતિમા પણ તેઓ કોંગ્રેસ પક્ષ વતી કચ્છ યુનિવર્સીટીના સીન્ડીકેટ મેમ્બરની ચુંટણી લડયા ત્યારે પણ કચ્છ કોંગ્રેસના હોદેદારોએ તેમને હરાવવાની કોશીસ કરી હતી. પણ તેઓ વિજયી થયા હતા. આ વાતની પણ પક્ષમા પ્રદેશ કક્ષાએ કોઈએ નોંધ નહોતી લીધી. આમ પક્ષને સમર્પિત કાર્યકર હોવા છતા સતત થતી અવગણના ના કારણે શ્રવણસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે શ્રવણસિંહ વાઘેલા વર્ષો સુધી પક્ષને સમર્પિત રહી સારી એવી કામગીરી કરેલ છે ત્યારે આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષને કચ્છમા મોટુ નુકશાન થાય તેવુ રાજકીય આલમમાં ચર્ચાઇ રહ્યુ છે.