લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત લડત ચલાવતો રહીશ : આદમ ચાકી
ભુજ : વિધાનસભા વિસ્તારના કોંગ્રેસનાં ઉમેદવાર આદમ ચાકી કચ્છ જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો તથા કાર્યકરો સાથે કૂવાથડા,નથ્થરકુઈ,પાયરકા,મખણા,સુમરાસર જત, વટાછડ, ટાક્ણાસર, કમાગુના, કોડકી,કલ્યાણપર,રતિયા,બાઉખા ખાતે જઈ લોકસંપર્ક કાર્યો હતો.આ લોકસંપર્ક દરમ્યાન આ વિસ્તારના લોકો આદમ ચાકીને જિતાડવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને વિધાનસભામાં ભુજના પ્રતિનિધિ તરીકે મોકલવા સર્વ સમાજે નક્કી કર્યું હતું। આ પ્રસંગે આદમ ચાકી એ કહ્યું હતું કે, મે એક સામાન્ય કાર્યકારથી માંડીને વિધાનસભાના ઉમેદવાર સુધીની મંઝિલ કાપી છે ત્યારે સામાન્ય લોકો સાથે મારો સીધો સંબંધ હોઈ તેમના તમામ પ્રસ્નો માટે હમેંશા લડત ચલાવી છે અને ભવિષ્યમાં પણ લડત ચલાવીને લોકોને પડતી હાલાકી નિવારવા હમેંશા એક જાગૃત પહેરીની ભૂમિકા ભજવીશ . આ પ્રસંગે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ લોકસંપર્ક દરમ્યાન કહ્યું હતું કે, આ ચૂંટણી વિકાસના નામે ભષ્ટાચાર આચરી પ્રજાને પાયમાલ કરનારાઓ અને આમ જનતા વચ્ચે રહીને પ્રજાના સુખાકારીના પ્રસ્નો માટે લડતા સાચા જન પ્રતિનિધિ વચ્ચે છે ત્યારે પ્રજાના સેવક તરીકે વર્ષોથી જાણીતા કોંગ્રેસનાં ઉમેદવાર શ્રી આદમભાઇ ચાકીને મત આપીને વિજયી બનાવવા અપિલ કરી હતી.
લેવા પટેલ સમાજના અગ્રણી અને કચ્છ જિલ્લાકોંગ્રેસ્સ સમિતિના મહામંત્રી અરજણભાઇ ભૂડિયાએ પ્રવાસ દરમ્યાન આદમભાઇને વિજયી બનાવવાની હાકલકરી હતી કોડકી ગામે લેવા પટેલ સમાજના અગ્રણીઓ લાલજી રામજી દબાસિયા,કેસરા રાવજી દબાસિયા,ગોપાલભાઈ દબાસિયા,રામજીભાઇ હિરાણી,રામજીભાઇ લક્ષ્મણ સહિતના અગ્રણીઓએ જંગી મતદાન કરીને આદમભાઇ ચાકીને જિતાડવા હાકલ કરી હતી. દલિત સમાજના અગ્રણી ધન્મેંદ્રભાઈ ગોહિલે દલિત સમાજના હિત માટે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા અપિલ કરી હતી આદમભાઇ ચાકીના ગ્રામ્ય પ્રવાસમાં રાજસ્થાનના પૂર્વ મંત્રી અને ભુજ વિધાનસભા વિસ્તારના પ્રભારી હાજી ગફુર અહેમદ,જિલ્લા મહામંત્રી જુમા નોડે,અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રાણલાલ નામોરી ,ઉમરભાઈ સમા,યુવક કોંગ્રેસનાં પ્રદેશ અગ્રણી દિપક ડાંગર,દલિત સમાજના આગેવાનો રમેશભાઈ ગરવા,દાનાભાઇ બડગા,ધનજી મેરિયા,પરેશભાઈ મકવાણા , મહિલા કોંગ્રેસનાં રસિકબા જાડેજા,ફાતમાબેન સુમરા,પલ્લવીબેન ગઢવી,દેવકોરબા જાડેજા,પાયરકા ગામના સરપંચ માવજીભાઇ હેંગણા,પ્રેમજી કચરા ,કાનજી ચાવડા,હીરાભાઈ આહીર,ઇશાક જત,ઉમર સમા સહિતના કોંગ્રેસનાં આગેવાનો તથા કાર્યકરો પ્રવાસમાં જોડાયા હતા.