આશાપુરા ફાઉન્ડેશને વોકેશનલ & એજ્યુકેશન સેન્ટરની જમીન પર બનાવી “કોલોની” : તંત્ર નિષ્ક્રિય

347

ભુજ : આશાપુરા ફાઉન્ડેશન મુંબઈને વર્ષ 1997 માં વોકેશનલ & એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર માટે કલેક્ટરના હુકમ દ્વારા મંજુર કરવામાં આવી હતી. કલેક્ટર કચ્છના ૨૪-૭-૧૯૯૭ વાળા હુકમથી આશાપુરા ફાઉન્ડેશન મુંબઈને કુકમા સીમના ટાવર્સ નંબર ૩૩૧/૧ પૈકીમાં ૬૪૭૫૦ ચોરસ મીટર જમીન વોકેશનલ & એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર ના હેતુ માટે ફાળવવામાં આવી હતી. આ જમીન પર ભૂકંપ પછી  વધુપડતા ભાગમાં આશાપુરા કોલોની ના નામે રહેણાંક મકાનો બનાવી નાખવામાં આવ્યા છે. આ જમીનના હુકમ મુજબ જમીન જે હેતુ માટે ફાળવવામાં આવી છે તેના સિવાય કોઈ પણ હેતુ માટે ઉપયોગ ના થાય તેવી શરત મુકવામાં આવી છે. બીજી એક શરત પ્રમાણે વોકેશનલ & એજ્યુકેશન સેન્ટર બે વર્ષ માં ઉભું કરવાનું હતું. જે હાલના સમયે 20 વર્ષ બાદ પણ થયેલ નથી.

જમીન મંજુર થયાને 20 વર્ષ વિતી જવા છતાં જમીનનો મૂળ હેતુ માટે ઉપયોગ કરાયો નથી. તંત્ર દ્વારા વિવિધ શરતોને આધીન આપેલી જમીનના હુકમમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તમામ સરતોમાંથી એક પણ શરતનું ભંગ થાય તો જમીન સરકાર દાખલ કરવામાં આવશે. 20 વર્ષના સમયગાળા બાદ પણ આ મુદ્દે તંત્રએ નિષ્ક્રિયતા બતાવી છે. આ બાબતે જાગૃત લોકો દ્વારા અનેક વાર રજુઆત છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. ખુલ્લેઆમ શરત ભંગ કરી સરકારી જમીનનો દુરુપયોગ કરતા આશપુરા ફાઉન્ડેશન વિરુદ્ધ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે નહીંતર ટૂંક સમયમાં જાગૃતો દ્વારા લોક લડત ચલાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.