માધાપરમાં અરજણ ભુડિયાના સમર્થનમાં ઉતર્યા કાર્યકરો, મારુ નામ ફાઇનલ છે : આદમ ચાકી
ભુજ : કોંગ્રેસ હજી સુધી સત્તાવાર જાહેરાત કરી નહિ ત્યાં ભુજ વિધાનસભા બેઠક માટે ખેંચ તાણ શરૂ થઇ ગઈ છે. કાલે સાંજથી લઘુમતી આગેવાન આદમ ચાકીના સમર્થકો દ્વારા આદમભાઇ ની ટિકિટ ફાઇનલ છે તેવા મેસેજો ફરતા કરી દીધા હતા. ત્યારે આજે ન્યૂઝ પેપર દ્વારા પણ લગભગ ફાઇનલ છે તેવા ન્યૂઝ આવ્યા. તેના વચ્ચે આજે ૧૨ વાગ્યાના સમયે ભુજ વિધાનસભાના દાવેદાર અરજણ ભુડિયાની સહાનુભતિમાં ૪૦૦ થી ૫૦૦ કાર્યકરો ભેગા થયા હતા. અર્જન ભુડીયા માટે વિરોધ પ્રદર્શન કરવા આ લોકો ભેગા થયા છે તેવું જાણવા મળતા “voice of kutch ” ની ટીમે ત્યાં રૂબરૂ લોકો સાથે સમ્પર્ક કરતા જણાવાયું કે અમે કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરવા નહિ પણ અરજણ ભુડીયા પ્રત્યે સહાનુભૂતિ બતાડવા ભેગા થયા છીએ.
તેમજ અમુક લોકો દ્વારા એવું પણ જાણવા મળ્યુ કે પક્ષ દ્વારા સત્તાવાર જાહેરાત ના થયા છતાં લઘુમતી આગેવાન દ્વારા આ પ્રકારનો માહોલ ઉભો કરવો યોગ્ય નથી. અરજણ ભુડીયા પણ દાવેદાર છે અને અમારી સહાનુભૂતિ અરજણ ભુડીયા સાથે છે માટે અરજણ ભુડિયાને ટિકિટ મળે તેવું અમે ઇચ્છીએ છીએ. અમને કોંગ્રેસ સાથે કોઈ વાંધો નથી. તેવું ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું. આ બાબતે આદમ ચકીનું સંપર્ક કરતા તેમને જણાવ્યું તું કે મને દિલ્હીથી ફોન આવી ગયેલ છે અને મારી ટિકિટ ફાઇનલ છે. ત્યારે સહાનુભૂતિ માટે કરેલ પ્રદર્શન દરમ્યાન સમર્થકોએ “અરજણ ભુડીયા તુમ આગે બડો” અને “કોંગ્રેસ આવે છે” ના સુત્રોચાર કર્યા હતા. આ બાબતે આદમ ચકીનું સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે મને દિલ્હીથી ફોન આવી ગયેલ છે અને મારી ટિકિટ ફાઇનલ છે. ત્યારે પક્ષની સત્તાવાર જાહેરાત પર સૌની મીટ મંડાઈ છે.