26 /11 આતંકી હુમલામાં શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ
તંત્રી લેખ : નવ વર્ષ પહેલા ૨૬ નવેમ્બર ૨૦૦૮ ના સાંજે દશ આતંકીઓ દરિયાઈ માર્ગેથી મુંબઈ પહોંચી 2 ફાઈવસ્ટાર હોટેલ, સી.એસ.ટી. સ્ટેશન, યહૂદી સેન્ટર અને નરીમાન હાઉસ વિસ્તારમાં આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. આતંકી દ્વારા કરાયેલ અંધાધૂંધ ફાયરિંગમાં 174 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાથી ફક્ત ભારત જ નહિ પણ આખી દુનિયા સ્તબ્ધ થઇ ગઈ હતી. આ આતંકીઓમાંથી એકમાત્ર જીવિત આતંકી અજમલ કસાબ પકડાયો હતો. જેને પાછળથી ફાંસી આપી દેવામાં આવી.
આ હુમલામાં IPS હેમન્ત કરકરે, IPS અશોક કામટે, આર્મી ના જવાન મેજર સંદીપ, પોલીસ ઇન્સ્પેક્ટર વિજય સાળસકર સહિત અનેક જાંબાઝ પોલીસ તથા આર્મીના જવાનો માતૃભિમીની રક્ષાકાજે આતંકીઓ સામે લડતા લડતા શહીદ થયા હતા. આ ઘટના સમગ્ર દેશમાટે દુઃખદ ઘટના હતી. તેમજ માનવતાને શર્મસાર કરતી ઘટના હતી. ભારત દેશના લોકો ક્યારે આ ઘટનાને ભૂલશે નહિ. આ ઘટના ભૂલવાનો અર્થ એવો થાય કે આપણે આતંકીઓને માફ કરી દીધો. માનવતાના દુશમ્નો આતંકીઓનો ખાત્મો કરવા ભારત સહીત સમગ્ર વિશ્વના દેશોએ દુનિયામાં અમન અને શાંતિ સ્થાપવા સાથે મળી અને લડત કરવી જોઈએ તેવી લાગણી સાથે 26 /11 આતંકી હુમલાના શહીદો ને ” VOICE OF KUTCH ” ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવે છે.