આચરસંહિતા અમલમાં હોવાથી રાત્રે ૧૦ પછી મંડળી સભા-સરઘસ યોજવા પરવાનગી લેવી પડશે

221

ભુજ, બુધવાર : આગામી વિધાનસભા સામાન્‍ય ચુંટણી ૨૦૧૭ માટેની તારીખો જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જે સંદર્ભે ચુંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો દ્વારા સભા, સરઘસ, રેલી વગેરેનું આયોજન થશે. આ સભા, સરઘસ વ્‍યસ્‍થિત રીતે યોજાય અને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તથા જાહેર સુલેહ શાંતિ જાળવવા તથા જાહેર વ્‍યવસ્‍થા જાળવવાના હેતુસર કચ્‍છમાં પરવાનગી લીધા સિવાય તેમાં કોઇ વ્‍યકિતઓની મંડળી અને સભા/સરઘસ ન યોજાય તે માટે જિલ્‍લામાં રાત્રિના ૧૦ વાગ્‍યા પછી કોઇ વ્‍યકિતોઓની મંડળી અને સભા/સરઘસ ન યોજાય તે માટે જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી રેમ્‍યા મોહને જાહેરનામું બહાર પાડયું છે.

આ જાહેરનામા મુજબ તા.૨૯/૧૧/૨૦૧૭ થી તા.૧૩/૧૨/૨૦૧૭ સુધી કચ્‍છ જિલ્‍લામાં વ્‍યકિતઓની કોઇ મંડળી, સભા અને સરઘસ પરવાનગી સિવાય ભરવા માટે મનાઇ ફરમાવેલ છે. રાત્રિના ૧૦ વાગ્‍યા પછી મંડળી, સભા અને સરઘસ પરવાનગી સિવાય ભરવા માટે તથા રાત્રિના ૧૦ વાગ્‍યા પછી મંડળી, સભા અને સરઘસની પરવાનગી નહીં આપવા ફરમાવ્‍યું છે. આ હુકમ સ્‍થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્‍યકિતઓ, સંસ્‍થાને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્‍યકિતઓને, કોઈ લગ્‍ન પ્રસંગના વરઘોડાને, કોઇ સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમના કોઇપણ ભાગનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનારે આ અધિનિયમની કલમ ૧૩૫ ની પેટા કલમ ૩ અને ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ સન ૧૮૬૦ના ક્રમાંક ૪૫માંની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Get real time updates directly on you device, subscribe now.