૧૮ વર્ષ થી નાની પત્ની સાથે સંભોગ કરવો બળાત્કાર : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બુધવારે ઇન્ડિયન પીનલ કોડમાં રેપને લગતા પ્રોવિઝન્સમાં એક નવો એક્સેપ્શનલ ક્લોઝ (અપવાદરૂપ કલમ) દાખલ કરી છે, જે મુજબ 18 વર્ષથી નાની એટલે કે સગીર ઉંમરની પત્ની સાથે જાતિય સંબંધ બાંધવો ગુનો ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ પહેલા કહ્યું હતું કે તે વૈવાહિક બળાત્કારના કાર્યક્ષેત્રમાં પડસે નહિ હવે સુપ્રીમ કોર્ટ કહે છે કે સ્ત્રીઓ માટે જાતીય સંભોગ માટે સંમતિની ઉંમર 18 વર્ષ છે અને આ ઉંમરમર્યાદાને તેનાથી નીચે ન કરી શકાય. બે જજોની બેંચે જણાવ્યું કે સગીર પત્ની સાથે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ બળાત્કાર કહેવાશે . આ નિર્ણય પર પહોંચવા માટે સુપ્રીમ કોર્ટે ચાઇલ્ડ મેરેજ પ્રોહિબિશન ઍક્ટ ને ધ્યાને લીધો છે. કોર્ટે જણાવ્યું કે પોતાની સગીર ઉંમરની પત્ની સાથે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરનાર પતિને સજામાંથી મુક્તિ આપી શકાશે નહીં. ઇન્ડિપેન્ડન્ટ થોટ નામના NGOએ ઇન્ડિયન પીનલ કોડની કલમ 375(જેમાં બળાત્કારની સજાની જોગવાઇઓ છે) હેઠળ આવતા એક્સેપ્શનલ ક્લોઝ (2)ને પડકારતી યાચિકા દાખલ કરી હતી. આ ક્લોઝમાં કહેવામાં આવ્યું છે કે 15 વર્ષથી નાની ઉંમરની પત્ની ન હોય તો તેની સાથે પતિ દ્વારા જાતીય સંભોગ અથવા સેક્સ્યુઅલ ઍક્ટ બળાત્કાર નથી.