કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પદ્માવતી ફિલ્મને સમર્થન ક્ષત્રિય સમાજનુ અપમાન : શક્તિસિંહ ગોહિલ
ફિલ્મ દિગ્દર્શક સંજયલીલા ભણસારી દ્વારા બનાવેલ ફિલ્મ પદ્માવતી શરૂઆતથી જ વિવાદમા રહેલ છે. ફિલ્મના શુટિંગ દરમિયાન કરણી સેનાએ આ ફિલ્મ નો ખુબજ ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ ફિલ્મની રિલીઝ તારીખ 1 ડિસેમ્બર રાખી છે. આ ફિલ્મ પર સમગ્ર રાજપુત ક્ષત્રિય સમાજની લાગણી દુભાવાના આક્ષેપ થઈ રહયા છે.
હાલમા થોડા દિવસો અગાઉ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ ફિલ્મની રિલીઝમા કોઈ તકલીફ નહી થાય તેવી વયવસથા ગોઠવવામાં આવી છે. તેવો નિવેદન આપ્યો હતો. જેના સંદર્ભે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે નરેન્દ્ર મોદીને સંબોધી એક પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે બીજેપી સરકારના જવાબદાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ ફિલ્મને સમર્થન કરતો નિવેદન આપ્યો છે તે સમગ્ર ક્ષત્રિય સમાજનું અપમાન કરવા સમાન છે. જે મહાસતી પદ્માવતીજીએ પોતાના સીલ અને ચરિત્રની રક્ષા માટે 16000 મહિલાઓ સાથે પોતાની જાતને હોમી દીધી હોય તેવા મહાન પાત્રને પૈસા કમાવા ખાતર વાસ્તવિકતા થી વિરુદ્ધના દ્રશ્યો અને સંવાદો ફિલ્મમાં રિલીઝ કરવા કોઈ જઇ રહ્યો હય તે કોઇ રીતે વ્યાજબી ન કહેવાય. ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો કોઈને પણ અધિકાર નથી. ક્ષત્રિય સમાજ હંમેશા રાષ્ટ્ર સમર્પિત રહેલ છે અને બલીદાનો અને નિસ્વાર્થ લડાઈનો ઇતિહાસ ધરાવે છે. ક્ષત્રિય સમાજની લાગણી ન દુભાય તે જોવાની જવાબદારી સરકારની છે માટે આ બાબતની તકેદારી રાખવામાં આવે તેવું શક્તિસિંહ ગોહિલે પત્રમા વડાપ્રધાનને ટકોર કરેલ છે.