નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સભામાં પાટીદારો એ ખુરશીઓ ઉલારી
પાટણ: પાટણમાં ભાજપાની ગુજરાત ગૌરવ યાત્રા મોડી આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાષણ આપવા નું શરૂ કર્યું કે તરત જ ઓડીયન્સમાં બેઠેલા ચાર પાંચ યુવાનો એ જય સરદારના નારા લગાવી ખુરશીઓ ઊલારીને વિરોધ જાહેર કર્યો હતો. જોકે, પોલીસે દોડી જઇ તરત પકડી દૂર કરી દીધા. બાદમાં નાયબ મુખ્યમંત્રીએ તેમના આક્રમક વકતવ્યમાં તેઓને મેંઢક જણાવી 2017ની ચૂંટણી પછી આ બધા કયાંય ખોવાઈ જશે , જડશે પણ નહીં તેમ કહી જોરદાર પ્રહારો કાર્ય હતા . તેઓએ જણાવ્યું કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં જ્યાં ગયા ત્યાં પેટા ચૂંટણી ભાજપાએ જીતી છે અને લોકોએ તેમને સિવિકાર્યા નથી . રાહુલ મંદિરે મંદિરે ફરે છે તે માત્ર દેખાડો છે તેવી ઠેકડી ઉડાડી હતી. શહેરના બગવાડા ચોક ખાતે સાંજે સાડા પાંચ કલાકથી સભા શરુ થઇ હતી. જેને ગોરધન ઝડફીયા, રણછોડ રબારી વગરેએ સંબોધી અને કલાકારોએ લોક ગીતો ગાઇને કંટાળેલા લોકોને જગ્યા પાર જકડી રાખ્યા હતા. છેક પોણા નવ વાગ્યે યાત્રા આવી હતી. આ પ્રસંગે કેબીનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોર, સાંસદ લીલાધર વાઘેલા, પ્રદેશ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ, ભરતભાઇ રાજગોર તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.