ભુજ બેઠક માટે મીની વિધાનસભા સમાન નવાવાસ ગ્રા.પંની ચૂંટણી જાહેર

378

જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ રાજકીય પક્ષોના કાર્યકરોમાં ક્રેઝ વધતો જાય છે. આ વખતની વિધાનસભા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો માટે પ્રતિષ્ઠાભરી બની રહી છે. ભુજ નગરપાલિકાની પેટ ચૂંટણીમાં લઘુમતિ વિસ્તાર માં ભાજપે બેઠક કબ્જે કરીને કોંગ્રેસને આંચકો આપ્યો તો રાપર નગરપાલિકાની પેટ ચૂંટણીમાં વિજય મેળવીને કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે તેવામાં ભુજ વિધાનસભા બેઠક માટે અતિ મહત્વની મનાતી  માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા આ ચૂંટણી મીની વિધાનસભા જેવી બની રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

મળતી વિગતો મુજબ માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 મી, 16 મીએ ચકાસણી, ફોર્મ પરત ખેંચવાની તારીખ 17 , 29 ના મતદાન અને 1  લી નવેમ્બરે પરિણામ જાહેર થનાર છે. કોંગ્રેસ માંથી વિધાનસભા ના દાવેદાર અરજણ ભુડીયા પોતાની પેનલ રચવા સક્રિય બન્યા છે તો સામા પક્ષે ભાજપના નેતાઓ પણ પોતાની પેનલ ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે. આ ચૂંટણીનું પરિણામ માધાપરના પાટીદાર સમાજ સહિત નવાવાસના મતદારોના મિજાજનું પ્રતિબિંબ બની રહે તેવી શક્યતા સેવાઈ રહી છે.

Get real time updates directly on you device, subscribe now.