કુકમા ગામે હાજીપીરની દરગાહનો ઉર્ષ ઉજવાયો
કુકમા : કુકમા ગમે હાજીપીની દરગાહનો ઉર્ષ ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ કુકમા ગામે આવેલ હાજીપીની દરગાહનો ઉર્ષ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે કોમીએકતા સાથે ઉજવાતા આ ઉર્ષમાં આ વર્ષે પણ કુકમા તેમજ આસપાસના ગામડાઓમાંથી હિન્દૂ તથા મુસ્લિમોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જૂની મસ્જિદથી હાજીપીરની દરગાહ સુધી વાજતે ગાજતે બપોરે 2 કલાકે ચાદર કાઢવામાં આવી હતી . ત્યારબાદ 4 કલાકે ચક્કર, ધમાલ અને બાખ મલાખડો નું આયોજન કરાયું હતું. સાંજે ન્યાઝ-પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો હિન્દૂ મુસ્લિમ તમામ લોકોએ લાભ લીધો હતો. તેમજ રાત્રે તકરીર નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.
તકરીર બાદ કાફી કવાલી નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો જેમાં કલાકાર નિલેશ ગઢવી, રાજેશ્વરીબેન ગઢવી તેમજ રમેશ જોષીએ પોતાની ગાયકી તથા સાહિત્ય થી લોકોને મંત્ર મુગ્ધ કાર્ય હતા. સંતવાણીનો લાભ લેવા પધારેલા મહેમાનોમાં રણછોડ આહીર (સરપંચ,રતનાલ), જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, તા.પં. સદસ્ય રાજેશ ખુંગલા, રવજીભાઈ, પાંચાભાઇ, કુકમા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ ભરતસિંહ સોઢા, દેવજી આહીર, અમૃત વણકર વગેરે મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંતવાણીનો લાભ લેવા પધારેલા મહેમાનોમાં રણછોડ આહીર (સરપંચ,રતનાલ), જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ માહેશ્વરી, તા.પં. સદસ્ય રાજેશ ખુંગલા, રાવજીભાઈ, પાંચાભાઇ, કુકમા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ ભરતસિંહ સોઢા, દેવજી આહીર, અમૃત વણકર વગેરે મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.