ઇંગ્લીશ શરાબની ગેરકાયદે હેરાફેરી : ભુજની હોટલ પ્રિન્સ સામે તપાસ શરૂ

328

ભુજ : નખત્રાણા પોલીસે પકડેલા ઇંગ્લીશ બીયરના જથ્થાની તપાસનો રેલો ભુજની પ્રખ્યાત હોટલ પ્રિન્સ તરફ વળ્યો છે. માધાપરના શખ્સના નામે હોટલ પ્રિન્સના વાઇન શોપમાંથી ઇશ્યુ થયેલી ઇંગ્લીશ બીયરની 98 જેટલી બોટલનો જથ્થો પકડાતા આ જથ્થો માધાપરના એક શખ્સના નામે ઇશ્યુ થયેલો હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. માધાપરના શખ્સના નામે ઇશ્યુ થયેલો ઇંગ્લીશ બીયરનો મસ મોટો જથ્થો છેક નખત્રાણાથી પકડાતા હોટલ પ્રિન્સની ભૂમિકા સામે સવાલ ઉઠતા પોલીસે આ પ્રકરણની ઉંડી તપાસ માટે પકડાયેલા બંને આરોપીના રિમાન્ડ મેળવીને કોર્ટમાં રજુ કરતાં એક દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટ આરોપીઓને જામીન આપ્યા હતાં.

પોલીસ તપાસમાં ભુજની હોટલ પ્રિન્સની ભૂમિકાની તપાસ કરવા નખત્રાણા પોલીસે ગઇ કાલે હોટલ પ્રિન્સના વાઇનશોપમા તપાસ હાથ ધરી હતી. માધાપરના શખ્સના નામે હોટલ પ્રિન્સમાંથી 98 જેટલી ઇંગ્લીશ બીયરની બોટલો ઇશ્યુ થઈ હોવાથી પોલીસે હોટલ પ્રિન્સ ફરતે કાયદાકીય ગળીયો કસવાનુ શરૂ કર્યું છે. ઇંગ્લીશ શરાબની ગેરકાયદે હેરાફેરીમાં હોટેલ પ્રિન્સના વાઇન શોપનું નામ નિકળતાં ભુજની નામાંકિત હોટલમાં ચાલતા વાઇન શોપની ભૂમિકા સામે જાગૃતો સવાલ ઉઠાવી રહ્યા છે. સ્વાસ્થયના બહાને મેળવવામાં આવતી શરાબની પરમીટનો ઉપયોગ ગેરકાયદે હેરાફેરીમાં થઈ રહ્યો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાઇ રહ્યુ છે. તયારે પોલીસ તપાસમાં આગામિ સમયમાં વધુ કડાકા ભડાકા થવાની શકયતા સેવાઇ રહી છે. હોટલ પ્રિન્સની ભુમિકા અંગે વધુ તપાસ ચાલુ હોવાનું નખત્રાણા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.