કોંગ્રેસ ભ્રસ્ટાચારી છે ગૌરવ યાત્રા માં કેન્દ્રીય મંત્રી જાવડેકર નો પ્રહાર
દહેગામ: ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં મુખ્યમંત્રી રૂપાણી અને કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરની હાજરી વચ્ચે ઔડા ગાર્ડન પાસે જાહેર સભા યોજાઇ જયાં વિવિધ મંડળો અને સમાજો દ્વારા વિજય રૂપાણી અને કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરનું સ્વાગત કરવામાં આવ્યુ. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકે જણાવ્યુ હતુ કે ગુજરાત ગૌરવયાત્રા એ મહત્વ પૂર્ણ યાત્રા છે. ગુજરાત વિકાસનું પ્રતિક બન્યો છે. ખેડૂતો માટે ભાજપ સરકાર આર્શિવાદ રૂપ સાબિત થઇ છે. ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો ભાજપ સરકાર આપી રહી છે. કોંગ્રેસે માત્ર પરિવાર વાદ ચાલાવી દેશની અધોગતિનો જ પ્રયત્ન કર્યો છે. રૂપાણીએ તેમના પ્રવચનમાં જણાવ્યુ કે ગુજરાતના ગૌરવને આગળ વધારવા અને વિકાસ લોકો સુધી પહોંચાડવા યાત્રા શરૂ કરવા માં આવી છે.