ચેક પોસ્ટસ પર વીર જવાનોને મુખ્યામંત્રીએ દિવાળીની શુભકામના પાઠવી
ભુજ, ગુરૂવાર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિવાળી પર્વ કચ્છ બોર્ડર પર ફરજરત બી.એસ.એફ જવાનો સાથે મનાવતા જાહેર કર્યું કે સરહદ ના આ સંત્રીઓ ને માળખાકીય સવલતો રાજ્ય સરકાર ત્વરાએ પહોંચાડશે..તેમણે કચ્છ ની સીમાઓ સાચવતા આ જવાનો ને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે નર્મદા જળ પાઈપ લાઈન થી પહોંચાડવા ની તેમજ આ જવાનો પોતાના પરિવાર સાથે સંપર્ક માં રહી શકે તે માટે મોબાઈલ કનેક્ટિવિટી માટે ટાવર ઉભા કરવા ની પણ રાજ્ય સરકાર વ્યવસ્થા કરશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.વિજય રૂપાણી એ સિરર્કિક ખાતે ફ્લોટિંગ બી.ઓ.પી માં દરિયા માં દેશની સરહદ ની નિગેહબાની કરતા જવાનો ને બિરદાવ્યા હતા..તેમણે કહ્યું કે દેશ માટે જીવવું દેશ માટે જ ફના થઈ જવું એવી વતન પરસ્તી થી સેવારત આ જવાનો પ્રત્યે દેશ ને ગૌરવ અને માંન છે.. આ અગાઉ મુખ્યમંત્રીશ્રી એ માતાના મઢ જઇ ને આશાપુરા માતાજી ના દર્શન કર્યા હતા.તેમણે સૌ ના મંગલ અને રાજ્ય ની સમૃદ્ધિ શાંતિ સલામતી માટે પ્રાર્થના કરી હતી.
તેમના પત્ની અંજલિ રૂપાણી તેમજ બી એસ એફ ના આલા અફસરો આ વેળાએ જોડાયા હતા.. વિજયભાઈ રૂપાણીએ ઘર પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરતા આ જવાનોને મીઠાઈ ખવરાવી શુભ કામનાઓ પાઠવી હતી. મુખ્યઓમંત્રી વિજય રૂપાણી કચ્છના કોટેશ્વાર મહાદેવના દર્શન કરી દરિયામાં બોટ માર્ગે બી.એસ.એફ. આઉટ ચેક પોસ્ટન ખાતે પહોંચ્યા હતા. ભારતીય જવાનોને દિવાળીની શુભકામના મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રીએ વીર જવાનોની મા ભોમની સેવાને બિરદાવી હતી. સમગ્ર ગુજરાતના લોકો વતી પણ જવાનોને શુભકામના પાઠવી હતી. મુખ્ય મંત્રીશ્રીએ મીઠાઇ વહેંચી દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાન આપી હતી. મુખ્યમંત્રીએ દરિયામાં થોડા સમય પહેલા શંકાસ્પ્દ બોટ પકડનાર જવાનોનું પણ સન્માૂન કર્યુ હતું. બી.એસ.એફ.ના વરિષ્ઠે અધિકારીઓએ મુખ્યમંત્રીને ચેક પોસ્ટવ ખાતે બી.એસ.એફ.ની કામગીરી અને સુરક્ષા સબંધી પેટ્રોલિંગ અને પોઇન્ટ્ વિગેરે અંગે માહિતી પણ આપી હતી. આ તકે મુખ્યમંત્રીના ધર્મપત્નિ અંજલિ રૂપાણીએ પણ સહભાગી થઇ જવાનોને દિવાળીની શુભેચ્છાઆ પાઠવી હતી.