સિટી ચેસ ક્લબ દ્વારા ભુજ માં યોજાઈ ચેસ ની હરીફાઈ
રવિવાર તા.08.10.2017 ના રોજ ભુજ ના સનરાઈઝ ટાવર મધ્યે ઓપન કચ્છ અન્ડર 19 ની ચેસ હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધા માં કુલ્લ 24 સ્પર્ધકો એ ભાગ લીધો હતો.જેમાં ચેમ્પિયન મોનિક ગજ્જર બીજા ક્રમાંકે કૃણાલ સોલંકી અને ત્રીજા નંબરે ધ્રુવીન ગોર આવ્યા હતા. ગર્લ્સ માં ચેમ્પિયન જુહી જોશી અને બીજા ક્રમે દેવાંશી જોશી અને ત્રીજા ક્રમાંકે શિવાની મહેશ્વરી આવ્યા હતા.અન્ડર 13 બેસ્ટ પ્લેયર બોય આદિ વોરા અને બેસ્ટ પ્લેયર ગર્લ ઉર્વા દાવડા બન્યા હતા.સર્વે 8 વિજેતાઓને રશ્મિબેન ખેરાડીઆ ,કૃપાલિબેન દાવડા,સુનિલભાઈ લખિયાની,ધવલભાઈ ગોર દ્વારા ટ્રોફીઓ આપી ને સન્માન કરાયું હતું ભચાઉ,આદિપુર અને સમગ્ર કચ્છ માંથી બાળકો ઉમટી પડ્યા હતા.મોનિક ગજ્જર અને જુહી જોશી એ જણાવ્યું હતું કે પ્રથમ વાર ચેસ માં ચેમ્પિયન બનવાનો આનંદ અવર્ણીય છે.મેડિકલ ની વિદ્યાર્થીની શિવાની મહેશ્વરી એ જણાવ્યું હતું કે ચેસ રમવાને કારણે મગજ શાંત રહેતું હોવાને કારણે અભ્યાસ માં સારું ધ્યાન આપી શકાય છે.ચેસ રેફરી ની સેવા દક્ષ ઠક્કરે આપી હતી.સ્પર્ધા દરમ્યાન જાણીતા એડવોકેટ હેમસિંગ ચૌધરીએ હરીફો ને પ્રોત્સાહન આપ્યું હતું.સર્વે સ્પર્ધકો અને વાલી ઓ ને અલ્પાહાર બિપિન ભાઈ ગોર દ્વારા અપાયો હતો.