ચૂંટણી દરમિયાન લાંચ કે ધાક-ધમકીની ફરિયાદ ટોલ ફ્રી નંબર ઉપર કરી શકાશે

167

ભુજ : આગામી વિધાનસભા-૨૦૧૭ની સામાન્‍ય ચૂંટણીઓમાં મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી કોઇ પણ વ્‍યકિતને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્‍તુ સ્‍વરૂપે કોઇ પણ લાંચ લેતી કે આપતી કોઇ પણ વ્‍યકિત ભારતીય દંડ સંહિતનાની કલમ-૧૭૧-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્‍યા મોહને જણાવ્‍યું હતું કે, લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ વ્‍યકિતઓ સામે કાર્યવાહી કરવા માટે ફલાઇંગ સ્‍કવોડ ઊભી કરવામાં આવી છે.

કચ્‍છના તમામ નાગરિકોને કોઇ પણ પ્રકારની લાંચ નહીં લેવા અને કોઇપણ વ્‍યકિત લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઇ પણ જાણકારી મળે અથવા મતદારોને ધાક-ધમકી અપાયાના કિસ્‍સાની જાણ થાય તો જિલ્‍લાના ૨૪×૭ ફરિયાદ દેખરેખ નિયંત્રણ એકમના ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૨૩૩- ૨૮૩૨ ઉપર જાણ કરવા વિનંતી કરી છે. રેમ્‍યા મોહને ભારતના ચૂંટણી પંચ તરફથી તમામ નાગરિકોને અપીલ કરવામાં આવેલી અપીલ સંદર્ભે કચ્‍છના તમામ નાગરિકોને કોઇ પણ પ્રકારની લાંચ નહીં લેવા અને કોઇપણ વ્‍યકિત લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઇ પણ જાણકારી મળે અથવા મતદારોને ધાકધમકી અપાયાના કિસ્‍સાની જાણ થાય તો તે અંગે ફરિયાદ કરવા અનુરોધ કર્યો છે.

Get real time updates directly on you device, subscribe now.