અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગી આગ – દસ મૃત્યુ

48

કેલિફોર્નિયાના:અમેરિકાના કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર ના સમય સુધી 10 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે હજારો લોકો બેઘર થયા છે. આગ સતતને સતત વધી રહી છે અને અત્યાર સુધી 20,000થી વધારે લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. સીએનએનના રિપોર્ટ અનુસાર, કેલિફોર્નિયાના નાપા અને સોનોમા કાઉન્ટીમાં ખૂબ જ ભીષણ આગ લાગી છે. સોનોમા કાઉન્ટીના શેરીફે ટ્વીટ કરીને જણાવ્યું કે, આગ રવિવારે રાત્રે લાગી અને શુષ્ક વાતાવરણ હોવાના કારણે ઝડપથી આગળ વધી ગઇ. 80 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે આગ વધુને વધુ ફેલાઇ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આ ઘટનામાં ઘણાં લોકો ગૂમ થયા હોવાનના અહેવાલ મળી રહ્યા છે . હમણાં સુધી 100થી વધુ ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગના કારણે અંદાજે 1,500 ઇમારતો નષ્ટ થઇ છે અને આગ આઠ કાઉન્ટીના 57,000 એકર ક્ષેત્રમાં ફેલાઈ છે.

Get real time updates directly on you device, subscribe now.