ભુજ નળ વારા સર્કલ પાસેથી પોલીસે બાઈક ચોર ઝડપ્યો
ભુજ : પોલીસ અધિક્ષક એમ.એસ. ભરડા અને નાયબ પોલીસ અધિક્ષક જયસ્વાલ ના માર્ગદર્શન અને સૂચના થી જિલ્લા માં મોટર સાયકલ ચોરીના ગુનાઓ અટકાવવા સૂચના આપવામાં આવેલ હોઈ બી ડિવિઝન ના પી.આઈ. વી.કે.ખાંટ ની સૂચના મુજબ બી ડિવિઝન માં નોંધાયેલ ફરિયાદ ના ફરિયાદી જયેશ મોહનલાલ જોષી માધાપર વાળાની મહિન્દ્રા ડિયૂટ જી.જે ૧૨ બી.ઈ ૬૪૮૩ વળી તા. ૭/૧૦/૧૭ના તેમના ઘર બહારથી ચોરી થઇ હતી. આ ચોરી નાઝિર હારુન ભટ્ટી આશાપુરાનગર ના રહેવાસી એ કરેલ હોવાની બાતમીના આધારે પોલીસે નળ વારા સર્કલ પાસેથી ચોરાઈ ગયેલ બાઈક સાથે આરોપીને ઝડપી પડ્યો હતો. તાપસ દરમ્યાન ગાંધીધામ થી ચોરાયેલ હીરો કંપનીની મોટર સાયકલ તેમજ આરોપીના રહેણાંક મકાન માંથી જુદી જુદી કંપનીના ૬ મોબાઇલ ફોન કબ્જે કરેલ છે. આ કામમાં પી.આઈ. વી.કે. ખાંટ ની સૂચનાથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ જોડાયો હતો. આગળની તાપસ ચાલુમાં છે. તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.