આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચુટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ બની રહી છે. ભાજપે આજ થી ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા આરંભી દિધી છે તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ આજે દિલ્હી હાઈકમાન્ડ સાથે ઉમેદવારો ની પસંદગી માટે ચર્ચા કરવા અમદાવાદ થી દિલ્હી પહોચ્યા છે. તેના વચ્ચે આજે બપોરે ચાર કલાકે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી અને દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
આ યાદીમાં 11 નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત વાધાનસભા ચૂંટણીને અનુલક્ષી ઉમેદવારોની જાહેરાતમાં આમ આદમી પાર્ટીએ પહેલ કરી છે. પાર્ટી તરફથી જાહેર કરેલ વિધાનસભા બેઠકો ની હાલની પરિસ્થિતિ જોઇએ તો આ 11 બેઠકોમાંથી 9 બેઠકો પર ભાજપનો કબ્જો છે અને દાણીલિંબડા અને છોટાઉદેપુર એમ બે બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો ચુંટાયેલ છે. આમ આદમી પાર્ટીનું ગુજરાતમા પ્રદર્શન કેવુ રહેશે તે તો ગુજરાતની જનતાના હાથમા પણ સૌ પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરી ભાજપ- કોંગ્રેસ સહિતના મુખ્ય પક્ષોને ચોંકાવી દિધા છે.
જાહેર કરેલ યાદી નીચે મુજબ છે